Abtak Media Google News

એક વર્ષ પહેલા અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી આયેશા નામની પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બનતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગયો હતો. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આપઘાત કર્યા પહેલા વીડીયો બનાવવાનું કહેનાર આરોપી પતિને કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે.

25 ફેબ્રુઆરીએ વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં દર્દભરી પોતાની દિલની વાત કરી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો આ કેસનો આજે ચુકાદો આવ્યો છે જેમાં આરોપીને કડક સજા કરવામાં આવી છે.

આયેશાએ જીવન ટૂંકાવતા પહેલા હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો.આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે. આ આરોપીને શન્સ કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે.

આપઘાત પહેલા આયેશાએ તેના માતાપિતા અને પતિ આરીફ સાથે લાંબી વાતચીત કરી હતી. આયેશાના આપઘાત બાદ તેનો પતિ ફરાર થઈ ગયો હતો. જોકે બાદમાં રાજસ્થાનના પાલીથી રિવરફ્રન્ટ પોલીસની ટીમે તેની ધરપકડ કરી છે.આ ઉપરાંત આરીફ અને તેના માતાપિતા સામે ઘરેલું હિંસાનો કેસ પણ ચાલી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.