- અમદાવાદ ઇસ્કોન બ્રીજ અ*કસ્મા*ત કેસના આરોપી તથ્ય પટેલના 87 કલાકના જામીન મંજુર
- માતાની બીમારીની સારવાર માટે કરી હતી જામીન અરજી
- જો ઓપરેશન નહિ થાય તો સરેન્ડર કરવા પણ હુકમ
અમદાવાદના ચકચારી કેસ તથ્ય પટેલ કાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર ગંભી અ*ક*સ્મા*ત સર્જનાર તથ્ય પટેલને ગુજરાત હાઇકોર્ટથી વધુ રાહત મળી છે. તેમજ ગુજરાત હાઇકોર્ટે વધુ 4 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. માતાના ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક સરેન્ડર કરવા હુકમ કર્યો છે. 29 મે રાત્રિના નવ વાગ્યા સુધીના જામીન મંજૂર કર્યા છે. તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસ કર્મીઓ હાજર રહેશે. તથ્ય પટેલ માતાનું ઓપરેશન કોઈ કારણોસર મુલતવી થાય તો સરેન્ડર કરવાનું રહેશે. આ ઉપરાંત તથ્ય પટેલને આ પહેલા પણ 7 દિવસના હંગામી જામીન મેળવ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી લોકોને મો*તને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં તેના હંગામી જામીન માટે અરજી કરી હતી. તેમજ તેની માતાનું ઓપરેશન કરાવવાનું હોવાથી મેડિકલ ગ્રાઉન્ડ પર તેણે જામીન માંગ્યા હતાં. આ દરમિયાન હાઈકોર્ટે તેને રાહત આપતાં ચાર દિવસના હંગામી જામીન આપ્યા છે. જો માતાનું ઓપરેશન ના થાય તો તેણે સરેન્ડર થવુ પડશે. તેમજ આરોપી તથ્ય પટેલ 26 મેના રોજ જામીન પર છુટશે.
29 મેના રોજ રાત્રે 09 વાગ્યે સરેન્ડર થવા હુકમ
હાઈકોર્ટમાં તથ્ય પટેલના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં તેની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત હાઈકોર્ટે 26 મેના રોજ સવારે 6 વાગ્યે છોડીને 29 મેના રોજ રાત્રે 09 વાગ્યે સરેન્ડર થવા હુકમ કર્યો છે. આ ઉપરાંત તથ્યને મળેલા જામીનના સમયગાળા દરમિયાન ત્રણ પોલીસકર્મીઓ તેની સાથે બંદોબસ્તમાં રહેશે. જો 26મીએ તેની માતાનું ઓપરેશન ના થાય તો તાત્કાલિક સરેન્ડર થવા કોર્ટે હુકમ કર્યો છે. તેમજ અગાઉ હાઈકોર્ટે તથ્ય પટેલને સાત દિવસના હંગામી જામીન આપ્યા હતા.
સરકારી વકીલે કોર્ટમા તથ્યના જામીનનો વિરોધ કર્યો
સરકારી વકીલે કોર્ટમાં તથ્યના જામીનનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વકીલે કહ્યું હતું કે, તેના માતા પિતાએ જ ઓપરેશન માટે 26મેની તારીખ ડોક્ટર પાસે માગી હતી. આ ઓપરેશનમાં માતાની સાર સંભાળ રાખવા માટે આરોપીની જરૂર નથી. અગાઉ તેને હંગામી જામીન મળ્યા હતાં પણ ઓપરેશન નહીં થતા તેણે પોલીસ સમક્ષ સરેન્ડર નહોતુ કર્યું.
ઈસ્કોન બ્રિજ પર ગંભીર કાર અ*ક્સ્મા*ત સર્જાયો હતો
19 જુલાઈ 2023ના રોજ અમદાવાદના એસજી હાઈવે પાસે આવેલા ઈસ્કોન બ્રિજ પર ગંભીર કાર અ*ક્સ્મા*ત સર્જાયો હતો. તેમજ આરોપી તથ્ય પટેલે ઓવર સ્પિડીંગ કરીને લક્ઝરી જેગુઆર કારની અડફેટે 9 લોકોને મારી નાખ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે આરોપી તથ્ય પટેલ અને તેના પિતાની ધરપકડ કરી હતી. ત્યારે આ મામલે આરોપીને જેલમાં નાખી દેવામાં આવ્યો હતો.
કઈ કઈ કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો?
ઉલ્લેખનીય છે કે 19 જુલાઈ, 2023ની મોડી રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ઘણાં લોકો જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મો*ત નિપજાવ્યા હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલમાં કેદ છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134B મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.