Abtak Media Google News

એક વેપારીની ધરપકડ, વેપારીએ અત્યાર સુધીમાં અંદાજિત દસ કરોડની ચીજ-વસ્તુઓ કસ્ટમ ડયુટી ભર્યા વગર ભારતમાં ઘુસાડી હોવાનું ખુલ્યું 

અમદાવાદ ડીઆરઆઇ વિભાગ દ્વારા ડ્રોનની દાણચોરીનું એક મોટું રેકેટ ઝડપી લીધુ છે. છેલ્લા કેટલાક સમયથી આવી જ રીતે ઇલેક્ટ્રોનિક આઈટમોની દાણચોરી થતી હોવાની માહિતીના આધારે કામે લાગેલ ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સીના અમદાવાદ ઝોનલ એકમે ગુરુવારે ચિન્મય મેહુલભાઈ આનંદ નામના વેપારી કે જે પારિવારિક ઓકે સ્ટુડિયો નામની પેઢીથી ધંધો કરે છે તેને ડ્રોનની દાણચોરી મામલે દબોચી લીધો હતો.

આ શખ્સ ચીનમાં ૨૦૧૭ થી આ ગોરખધંધામાં સંડોવાયેલો હતો અને અત્યાર સુધીમાં તેણે દસ કરોડ રૂપિયાની કિંમતના હજારો આઈટમોને કસ્ટમ ડ્યુટી ભર્યા વગર જ ભારતમાં ઘૂસાડી વેચી મારી ત્રણ કરોડ રૂપિયાથી વધુની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ ડી આર આઇ ઝોનલ ઓફિસના અધિકારીઓએ આ વર્ષે ૨૫ જેટલા વિવિધ બ્રાન્ડના ડ્રોન ૨૭ જેટલી ફ્લાઇટ ટિકિટ બી.આર.એસ કેમેરા માટે હાથ બનાવટની કેટલીક લાઇટિંગ સીઝર કેમેરા સહિતની વસ્તુઓ અને એકાદ કરોડ રૂપિયાનો મુદ્દામાલ દાણચોરીના માધ્યમથી ચીનમાંથી લવાયેલો પકડી લીધો હતોઅમદાવાદના એક કોમ્પલેક્ષ અને પાલડીમાં આવેલી એક દુકાનનો આ માલ પકડી લીધા બાદ થયેલી તપાસમાં દાણચોરીનું આ મહા રેકેટ પાકિસ્તાન ચીન મ્યાનમાર અને ભારતમાં ફેલાયેલું હોવાનું અને ડ્રોન સહિતની વસ્તુ મણિપુરના સરહદ પર આવેલા મહેરો ગામમાંથી ઘુસતી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદની  ઓફિસે ઇમ્ફાલ સુધી આ તપાસનો છેડો લાંબો કર્યો છેસરહદેથી ઘૂસવામાં આવતા આ ડ્રોન અને વિવિધ પ્રતિબંધિત વસ્તુઓ ઇલેક્ટ્રોનિક આઈટમ સાથે અમદાવાદ સુધી પહોંચાડવામાં આવે છે.

અમદાવાદનો ચિન્મય આ નેટવર્કની મહત્વની કડી તરીકે ભૂમિકામાં હતો અમદાવાદમાં એક વખત ડોનનું વિતરણ થઇ જાય પછી મુંબઈ અને અન્ય શહેરોમાં આ કામ કરતી પેઢીઓ મારફતે ચાઈનીઝ કંપનીઓને હવાલા નેટવર્કથી રૂપિયા મોકલી દેવામાં આવે છે.

અમદાવાદથી પકડાયેલ દાણચોરીનું રેકેટ ગુજરાતના અન્ય વિકસીત શહેરો સુધી વિસ્તરેલું હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.પકડાયેલા ચીન્મયએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કર્યાનું બહાર આવ્યું છે અને સાથે આ નેટવર્કમાં  વધારાના આરોપીઓ માટે તપાસ શરૂ થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.