- અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના
- 53 બ્રિટન નાગરિકોને વિમાનમાં હતા સવાર
- એર ઈન્ડિયાએ હેલ્પલાઈન નંબર કર્યો જાહેર 18005691444
- અમદાવાદ પોલીસે ઇમરજન્સી નંબર કર્યો જાહેર 07925620359
ગુજરાતના અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગુરુવારે બપોરે 1.30 વાગ્યે એક વિમાન ક્રેશ થયું હતું. વિમાન ક્રેશ થવાને કારણે બે કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. તેમજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. લંડન જતી આ ફ્લાઇટમાં 242 લોકો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમાં સામેલ હતા.
વિમાનમાં 169 ભારતીયો, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને કેનેડિયન નાગરિકો સવાર હતા.
એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ આજે ટેકઓફ કર્યા પછી ક્રેશ થઈ ગઈ હતી. તેમજ અમદાવાદથી બપોરે 01:38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન એર ઈન્ડિયા દ્વારા સમગ્ર દુર્ઘટનાને લઈ હેલ્પલાઈન નંબર 1800-569-1444 જાહેર કર્યો છે. તેમજ અમદાવાદ પોલીસે પણ ઇમરજન્સી નંબર 07925620359 જાહેર કર્યો છે. તેમજ O નેગેટીવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને યુદ્ધના ધોરણે બ્લડ બેંકમાં પહોચવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટે 6357373831 અને 6357373841 બે ફોન નંબર હોસ્પિટલ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
પીએમ મોદીએ વિમાન દુર્ઘટનાનો તાગ મેળવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી. ત્યારે તેમણે વિમાન દુર્ઘટનાનો તાગ મેળવ્યો. મંત્રીએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે તેઓ બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ જઈ રહ્યા છે. પીએમ મોદીએ મંત્રીને તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવા અને પરિસ્થિતિ વિશે નિયમિત અપડેટ રાખવા જણાવ્યું છે. બધી સંબંધિત એજન્સીઓ હાઇ એલર્ટ પર છે અને સંકલિત પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત PM નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થયા છે.
ક્રેશ થયેલા વિમાનમાં 57 વિદેશી નાગરિકો પણ સવાર હતા
ભારતીઓ ઉપરાંત, ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનમાં વિદેશી નાગરિકો પણ સવાર હતા. તેમજ એવું કહેવામાં આવી રહ્યું છે કે કુલ 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. વિમાનમાં બ્રિટનના 52 મુસાફરો, પોર્ટુગલના 7 અને કેનેડાનો એક વ્યક્તિ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટથી બધી ફ્લાઇટ્સ રદ
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ, અમદાવાદના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અમદાવાદથી લંડન, ગેટવિક જતી ફ્લાઇટ AI 171 આજે ટેકઓફ થયા પછી તરત જ એરપોર્ટની બહાર ક્રેશ થઈ ગઈ. પરિણામે, અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક હાલમાં કાર્યરત નથી. આગામી સૂચના સુધી તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.
મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા નવીનતમ અપડેટ્સ માટે તેમની સંબંધિત એરલાઇનનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. આ બદલાતી પરિસ્થિતિનો સામનો કરવા માટે અધિકારીઓ તમારા સહયોગ અને ધીરજ રાખવાની અમે વિનંતી કરીએ છીએ. વધુ અપડેટ્સ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.