Abtak Media Google News

જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા, સાધ્વીવર્યા પ્રવર્તિની પૂ. વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.)ના 75મા સંયમ વર્ષના આરંભ અવસરે અમદાવાદ ખાતે નારી તું નારાયણી જિનભક્તિ લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમના 80મા જન્મ વર્ષનો આરંભ થયો છે એવા પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક, શ્રી લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર, ગીતાર્થ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં અમદાવાદ સ્થિત સોલારોડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ખાતે દેશ-વિદેશના ગુરુભક્તો દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે.

જૈન-કુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ માત્ર 12 વર્ષની વયે બગસરાની જૈન પાઠશાળામાં સહુપ્રથમ જૈન સ્તવનની રચના કરી હતી. નાનપણથી જ રાષ્ટ્રીય-ભાવના ધરાવતાં પૂ. બેન મ.સા.એ શાળામાં ઝવેરચંદ મેઘાણીને પ્રત્યક્ષ ગાતાં સાંભળ્યાં હતાં. આથી આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ રહ્યું હતું.ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ, આદિત્યસિંહ રાઠોડ અને પ્રવીણ ખાચર (પાર્થ)એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. કાર્યક્ર્મની શરૂઆતમાં જ રાજકોટની અત્યંત દુ:ખદ અને આઘાતજનક દુર્ઘટનાના મૃતકોને મૌનાંજલિ અર્પણ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જૈન અગ્રણી કેતનભાઈ શાહ, અતુલભાઈ શાહ, નરેન્દ્રભાઈ સલોત ઉપરાંત શ્રી સ્વામિનારાયણ વડતાલધામના અગ્રગણ્ય સેવક શૈલેષભાઈ સાવલિયા, દુબઈથી પરિમલભાઈ અને ભરતભાઈ કારાણી, જતીનભાઈ ઘીયા, શિક્ષણ-વિદ્ એચ. કે. દવે, સહકારી ક્ષેત્રના ગોવિંદભાઈ જાદવ, પિયુષભાઈ વ્યાસ, વિનોદભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.    આ કાર્યક્ર્મની પરિકલ્પના સાહિત્ય-અભ્યાસુ પૂ. મુનિ યશેશયશ મ.સા.ની હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.