અમદાવાદ મોટેરાનું  સરદાર પટેલ સ્ટેડિયમમાં એક લાખથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા

દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ મેદાન

ગત વર્ષે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થયું હતું ગુરૂવારથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થનાર છે ૭૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયું છે

૧૯૮૨માં સાબરમતિ નદીના તટ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએયનને જમીન ફાળવાઇ હતી. જેના પર મોટેરા સ્ટેડિયમનું નિર્માણ કરાયું હતું. ૩૪ વર્ષ બાદ ૨૦૧૬માં આ ક્રિકેટ સ્ટેડિયમનો પુર્ન નિર્માણનો પ્રોજકેટ શરૂ થયો ને આજે તે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત થયું છે. આજે આ ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ નામથી સુવિખ્યાત થયું છે.

મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં અદ્યતન સુવિધાથી સજજ છે. ઇનડોર ક્રિકેટ એકેડમી સાથે સ્વીમિંગ પુલ, સ્કવોશ, ટેબલ ટેનિસ જેવી વિવિધ ઇનડોર ગેઇમ્સની સુવિધા છે. ફલડ લાઇટની જગ્યાએ અહિં એલ.ઇ.ડી. લગાવાય છે. જે સોલાર એનર્જીથી ચાલે છે. સૌથી શ્રેષ્ઠ સુવિધામાં સ્ટેડિયમમાં અદ્યતન ૩ડી થિયેટર પણ છે. આ સ્ટેડિયમ નિર્માણમાં ૭૦૦ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો છે. જેમાં એક લાખ દશ હજાર પ્રેક્ષકો બેસી શકે છે. આ દુનિયાનું સૌથી વિશાળ સ્ટેડિયમ સાથે ક્ષમતામાં પણ નંબર વન છે.

અદ્યતન સ્ટેડિયમથી ગુજરાત રાજયજા અમદાવાદ શહેરનું નામ વિશ્ર્વભરમાં રોશન કર્યુ છે. અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ બનાવનારી કંપની દ્વારા જ ડિઝાઇન કરવામાં આવેલ છે.આ ગ્રાઉન્ડમાં નિર્માણ બાદ ગુરૂવારથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાનાર છે. આ સ્ટેડિયમની વિશેષતામાં ૭૬ કોર્પોરેટ બોકસ, ચાર ડ્રેસીંગ રૂમ સાથે ત્રણ પ્રેકિટસ ગ્રાઉન્ડ પણ છે. આ સ્ટેડિયમમાં ટેસ્ટ વન-ડે અને ટી-ર૦ સાથે ક્રિકેટના ત્રણ ફોરમેટના ઇન્ટરનેશનલ મેચો રમાયા છે.

આ ગ્રાઉન્ડમાં ૧૯૮૩માં ૧ર થી ૧૬ નવેમ્બર ભારત અને વેસ્ટ રમાયો હતો. પ ઓકટોબર ૧૯૮૪નાં રોજ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે મેચ રમાયો હતો. છેલ્લો વન-ડે મેચ ૨૦૧૪માં નવેમ્બર-૬ ના ભારત-શ્રીલંકા વચ્ચે રમાયો હતો. ટી-ર૦ મેચ ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયો હતો. સ્ટેડિયમનું નિર્માણ ૧૯૮૩માં થયું જયારે આપણે કપિલ દેવની આગેવાનીમાં પ્રથમ વર્લ્ડ કપ જીત્યા હતા. ૨૦૦૬માં તે નવનિર્માણ કરવાનું શરૂ કયું ૨૦૧૫માં આ સ્ટેડિયમ બંધ કરાયું હતું. ૨૦૨૦માં તે નવનિર્માણ થઇને અદ્યતન સુવિધાથી સજજ થઇને વિશ્ર્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું હતું. આજ સ્ટેડિયમમાં ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧માં વર્લ્ડ કપના મેચોની મેજબાની કરી ચુકયું છે. અત્યાર સુધી આ ગ્રાઉન્ડમાં ૧ર ટેસ્ટ, ર૩ વન-ડે સાથે ૧ ટી-ર૦ મેચો રમાડવામાં આવી છે.

પ્રારંભે ગુજરાત સ્ટેડિયમ બાદમાં મોટેરા સ્ટેડિયમ સાથે હવે સરદાર વલ્લભભાઇ પટેલને શ્રઘ્ધાંજલી સાથે તેમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ રાખેલ છે. ક્રિકેટ સ્ટેડિયમનાં અદાણી પેવેલિયન એન્ડ અને સામે છેડાને જી.એમ.ડી.સી. એન્ડ ના નામ અપાયા છે. સુનિલ ગ્વાસ્કરે ૧૯૮૭માં પોતાના દશ હજાર રન પૂરા કરેલા હતા. આજ સ્ટેડિયમમાં કપિલદેવે નવ વિકેટ લઇને રેકોર્ડ બનાવ્યો હતો. આઇ.સી.સી. ચેમ્પિયન ટ્રોફીના પાંચ મેચ આ ગ્રાઉન્ડ રમાયા હતા. સઁપૂર્ણ નવનિર્માણ કામગીરી બાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ કરેલ છે. આ નવા સ્ટેડિયમનો વિસ્તાર ૬૩ એકરમાં ફેલાયેલ છે.

આ સ્ટેડિયમાં ગુરૂવારે તા.૨૪થી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે જે ડે એન્ડ નાઇટ મેચ રમાશે. આ મેચ ગુલાબી બોલથી રમાશે. આ નવનિર્મિત સ્ટેડિયમમાં લાલ અને કાળી માટીની ૧૧ પિચ તૈયાર કરાય છે. આ ગ્રાઉન્ડની ખાસ વિશેષતાએ છે કે વરસાદ બંધ થયા બાદ માત્ર ૩૦ મિનિટમાં પાણી મેદાનની બહાર નિકળી જાય છે. આ ગ્રાઉન્ડમાં ભવિષ્યના પ્રતિભા શાળી ક્રિકેટરો તૈયાર કરવા ખાસ ક્રિકેટ એકેડમી તૈયાર કરવામાં આવી છે. ભારતમાં પહેલીવાર ફલડલાઇડની જગ્યાએ એલ.ઇ.ડી. લાઇટ્સ લગાવાય છે. દરેક સ્ટેન્ડમાં ફૂડકોર્ટની સુવિધા છે. નોર્થ પેવેલિયનનું નામ રિલાયન્સ જિયો નોર્થ સ્ટેન્ડ અને સાઉથ પેલેલિયનનું નામ અદાણી સાઉથ સ્ટેન્ડ રખાયું છે.

અમદાવાદના ૨૫ વર્ષ જુના મોટેરા સ્ટેડિયમને સંપૂર્ણ પણે તોડીને સાત વર્ષ બાદ વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પરિવર્તિત કરાયું છે. આ સ્ટેડિયમ ૬૩ એકરમાં ફેલાયેલ છે. આ સ્ટેડિયમને વિશ્ર્વકક્ષાનું બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્ીમ પ્રોજેકટ માનો એક પ્રોજેકટ હતો. આ ગ્રાઉન્ડની પીચ ફાસ્ટ બોલર અને સ્પીનર બન્નેને મદદ કરનારી છે. સૌથી શ્રેષ્ઠ બાબત છે કે ૩૬૦ ડીગ્રીથી તમે મેચ મેદાનના કોઇપણ ભાગથી સ્પષ્ટ જોઇ શકો છો. પાર્કીગની વ્યવસ્થામાં પ હજાર કાર સાથે ૨૦ હજાર ટુ વીલર પાર્ક થઇ શકે છે.

ક્રિકેટ સ્ટેડિયમમાં એક ભવ્ય ‘હોલ ઓફ ક્રેમ’ છે જેમાં વિશ્ર્વનાં ક્રિકેટરોની યાદગાર તસ્વીરો કિકેટરની સહી કરેલા બેટ પણ મુકાયા છે. તમારા ટુ વ્હીલર સાથે તમે સ્ટેડિયમનું સંપૂર્ણ ચકકર લગાવી શકો છો. આ મહિના ૨૪મી તારીખે રાષ્ટ્રપતિના હસ્તે વિધિવત ઉદઘાટન થનાર છે. ગુજરાતમાં બનેલી વિશ્ર્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બાદ હવે આ ક્રિકેટ સ્ટેડિયમ પણ વિશ્ર્વનું સૌથી મોટું બન્યા બાદ વિશ્ર્વના ફલક ઉપર ગુજરાત રાજય છવાયગયું છે.

દુનિયાભરમાં છવાય ગયું અમદાવાદનું નવું ક્રિકેટ સ્ટેડિયમ
અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ૭૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ છે જેમાં એક લાખ દશક હજાર પેક્ષીકોની ક્ષમતા છે. ૬૩ એકરનાં વિશાળ એરીયામાં આસ્ટેીયમ ફેલાયું છે જે તમામ સુવિધાથી સજજ સાથે વિશ્ર્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવનાર કંપનીએ જ ડિઝાઇન તૈયાર કરી છે જેમાં ૭૬ કોર્પોરેટ બોકસ સાથે ચાર ડ્રેસીંગ રૂમ અને ત્રણ પ્રેકટીસ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડમાં કુલ ૧૧પીચ બનાવાય છે. જે સ્પીનરો અને ફાસ્ટબોલરોને તેમની ક્ષમતા અનુસાર મદદ કરશે.

આ સ્ટેડિયમમાં ફલડ લાઇટની જગ્યાએ એલ.ઇ.ડી. લાઇટ્સ લગાવાય છે જે સોલર એનર્જીથી ચાલે છે. સ્ટેડિયમાં અદ્યતન  જીમ સાથે ૩ડી થિપેટર પણ છે.

ગમે તેવો વરસાદ પડે પણ માત્ર ૩૦ મિનિટમાં ગ્રાઉન્ડ માંથી પાણી બહાર નીકળી જાય તેવી ખાસ સોઇલ ડ્રેનેજ સિસ્ટમ મુકવામાં આવી છે. સાથોસાથ નવ મીટરની ઉંચા ઇનુ ૩૬૦ ડીગ્રી પોડિયમ કોનકોર્સ ‘પેક્ષીકો’ની અવર જવર ને સરળ બનાવે છે અને મેચ ગ્રાઉન્ડના કોઇ પણ ભાગથી તમોને સ્પષ્ટ રીતે જોવા મળે છે. પેવેલિયન્સ સાથે અત્યાધુનિક મીડિયા બોકસ પણ છે.

સુનિલ ગ્વારકરે દશ હજાર રન, સચિન તેંદુલકરે પોતાના ૨૦ વર્ષ પૂર્ણ કરીને ૩૦ હજાર રન આજ ગ્રાઉન્ડમાં પૂરા કર્યા છે. કપિલ દેવે આજ ગ્રાઉન્ડમાં એક પારીમાં ૯ વિકેટ લઇને રેકોર્ડ બનાવ્યો હતો. ૧૯૯૯માં સચીને પોતાની બેવડી પ્રથમ સદી આ ગ્રાઉન્ડમાં નોંધાવી હતી.

પાંચ હજાર ફોર વ્હીલ્સ સાથે વીસ હજાર ટુવીલર પાર્ક થઇ શકે તેવું વિશાળ પાકીંગ છે. નોર્થ પેવેલિયનનું નામ રિલાયન્સ જિયો નોર્થ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયનનું નામ અદાણી સાઉથ સ્ટેન્ડ રખાવું છે.