Abtak Media Google News

ગુજરાત રાજ્ય હવે ટેક્નોલોજી ક્ષેત્રે પણ ખુબ આગળ વધી રહ્યું છે. આ સાથે અમદાવાદના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી આકાર પામવા જઇ રહી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે કે, ‘ગુજરાતનો વિકાસ વિરાસત આધુનિક વિજ્ઞાાનના પાયા પર થઇ રહ્યો છે. અમદાવાદ સાયન્સ સીટી માં 250 કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સાયન્સ સિટીમાં ટૂંક સમયમાંજ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટી એક્વેટિક ગેલેરી તૈયાર થવા જઇ રહ્યું છે.’

Amabad
સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાાનની દૂનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાાન અને ટેક્નોલોજીના સહારે વિકાસ સાધી વિશ્વની બરાબરી કરવા સજ્જ બને તે માટે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાાન કેન્દ્રો અને ચાર સ્થળોએ પ્રાદેશિક મ્યુઝિયમ વિકસાવવામાં આવી રહ્યા છે.

Cm 1
આ એક્વેટિક ગેલેરીનું ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાવીને રાજ્ય અને દેશના નાગરિકો માટે સમર્પિત કરવામાં આવશે. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોન માંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Cm Vijay Rupani 3
મુખ્યમંત્રી રૂપાણીએ સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં રહેલા કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.આ ઉપરાંત સાયન્સ સીટી માં તૈયાર થઈ રહેલ નેચરપાર્કની પણ મુલાકાત લીધી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવ હરિત શુક્લાએ સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહેલ અને પ્રગતિમાં રહેલ મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ વિભાગ અંગેની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.