- જમાલપુરમા 700 વર્ષ જૂનું ત્રિકમ રાયજી મંદિરની જમીન પચાવી પાડવા બદલ 7 શખ્સ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરીયાદ
- બજરંગ દળ દ્વારા મંદિર પુન:સ્થાપિત કરવા માંગ કરાઈ
અમદાવાદમાં મંદિરની જમીન પચાવવાનું કાવતરું સામે આવ્યું છે. જમાલપુરમાં મંદિરની જમીન પચાવનારની 7શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ત્રિકમજી મંદિરની જમીન પચાવી લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન કુલ 7 આરોપીઓ સામે ગાયકવાડ હવેલીમાં ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે.
પૌરાણિક મંદિર પર ભૂમાફીયાઓએ ગેરકાયદે કબ્જો
જમાલપુરમાં આવેલા 700 વર્ષ જુના પૌરાણિક ત્રિકમજી મંદિરનો વિવાદ સામે આવ્યો છે. જામીનગીરીના બોગસ દસ્તાવેજ બનાવી આરોપીએ કાવતરું રચ્યું હોવાની માહિતી સામે આવી છે. જેમાં બિલ્ડર સહિત 2ની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત પૌરાણિક મંદિર પર ભૂમાફીયાઓએ ગેરકાયદે કબ્જો કર્યો હતો. જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રિકમજી મંદિરમાં વર્ષ 1966માં ચેરિટી કમિશનર દ્વારા ચાર ટ્રસ્ટીની નિમણૂક કરવામા આવી હતી. મંદિરની જમીન 750 વારની હતી જેના પર ભુમાફિયાએ કબજો કર્યો હતો.
નવા મંદિર સાથે મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા માગ
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ત્રિકમ રાયજી મંદિરની જગ્યામાં મોહમ્મદ બિલાલ શેખ દ્વારા ગેરકાયદેસર કબજો કરી સિમરન ડેવલોપર્સના નામે પોતાનો વ્યવસાય કરવામાં આવી રહ્યો છે. તેમજ બિલાલ શેખ અને તેના અન્ય મળતીયાઓ સાથે મળી અને ત્રિકમ રાયજીની મંદિરની જગ્યા પચાવી પાડવા માટે કોર્ટનો સ્ટેટ્સ કો હોવા છતાં ખોટી કિંમતી જામીનગીરી દસ્તાવેજ બનાવી દીધા હતા અને વેચાણ કરી હતી. આ દરમિયાન બજરંગ દળ દ્વારા હવે ફરીથી આ સમગ્ર મામલે મંદિર પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે.
1966માં ત્રિકમ રાયજી મંદિરમાં ચાર ટ્રસ્ટી નીમાયા હતાં
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ વામાં આવી છે કે, જમાલપુર ખાતે આવેલી ત્રિકમ રાયજી મંદિરમાં અલગ-અલગ છ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરેલી હતી. આ મંદિર 700 વર્ષ જૂનું હતું. આ ઉપરાંત જમીન ઉપર નાના-મોટા ધાર્મિક મંદિરના બાંધકામ પણ કરેલા હતા. આ મંદિરના ટ્રસ્ટી તરીકે 1966માં ચાર ટ્રસ્ટી નીમવામાં આવ્યા હતા.
બિલ્ડર સહિત સાત સામે ફરિયાદ
મળતી માહિતી મુજબ, હાઇકોર્ટનો સ્પષ્ટ આદેશ હતો છતાં સહલ ઓનર્સ એસોસિએશન દ્વારા જમીન બિલાલ શેખ અને તેના મળતિયાઓએ ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરી કિંમતી જામીનગીરી બનાવી વેચાણમાં આપી દીધી હતી. આ ઉપરાંત ચેરીટી કમિશનર કચેરી દ્વારા બાબુલાલ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, શેખ નિઝામુદ્દીન, મોહમ્મદ બીલાલ શેખ, કાદરી ઝીશાન, કાદરી રોહન અને કુરેશી સદામ હુસેન વિરુદ્ધમાં મંદિરની જમીન પચાવી પાડવા બદલ અને ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી દેવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ ગાયકવાડ હવેલી પોલીસે અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.