Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં રાજ્ય સરકાર હસ્તકના ૮૧ તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો માટે ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા આવા સરકાર હસ્તકના તળાવો મહાનગરપાલિકાને ફાળવીને શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા જનહિત વિકાસ કામો વ્યાપક પ્રમાણમાં હાથ ધરાય તેવો દ્રષ્ટિવંત અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે.

1 1

મુખ્યમંત્રી એ જે ૮૧ તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે તેમાં મુખ્યત્વે રામોલના ૧૧, વટવાના ૧૦, વસ્ત્રાલના ૭, નારોલના ૫, રાણીપના ૩, નિકોલના ૩, ભાડજ અને હાથીજણના ૨-૨, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના ૧-૧ વગેરે તળાવોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તળાવો મહાનગર પાલિકાને ફાળવતાં અમદાવાદ મહાનગર પાલિકા હવે લેક ડેવલપમેન્ટથી નાગરિકોને હરવા-ફરવાના સ્થળ તરીકે ૮૧ તળાવોનો વિકાસ કરશે.

263Px Ahmedabad Brts

તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગર પાલિકા હાથ ધરશે.

એટલું જ નહીં, આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યુઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે.પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે.

Untitled 1

અમદાવાદ મહાનગર પાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી ૧૫મા નાણાં પંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં રાજ્ય સરકાર હસ્તકના અને અમદાવાદ મહાનગર પાલિકા હદ વિસ્તારના ૨૧ તળાવો સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે વધુ ૮૧ તળાવો જે રાજ્ય સરકાર હસ્તકના છે અને એ.એમ.સી હદ વિસ્તારમાં આવેલા છે, તેને પણ લેક ડેવલપમેન્ટ માટે મહાનગર પાલિકાને ફાળવવાનો નિર્ણય કર્યો છે.

D18Bed14A47F2D3966Eb780Baaa5Fb57

સમગ્રતયા અમદાવાદ મહાનગર પાલિકાને ૧૦૨ તળાવો રાજ્ય સરકાર દ્વારા લેક ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે.આના પરિણામે અમદાવાદ મહાનગરમાં પર્યાવરણ જાળવણી સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવીંગમાં પણ વૃદ્ધિ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.