Abtak Media Google News

આજે વિશ્વ એઇડસ દિવસ

૧૯૮૧થી એઇડસ સામે લડતી આવતી દુનિયાને ૨૦૧૭ પછી સતત સારા પરિણામો મળ્યા છે, એન્ડ એઇડસ-૨૦૩૦ સંદર્ભે સૌના સહિયારા પ્રયાસો અને સક્રિય ભાગીદારીથી એઇડસને નાબુદ કરાશે; એઇડસ નિયંત્રણમાં યુવા વર્ગની સામેલગીરી અતિ આવશ્યક

૧૯૮૧માં પ્રથમવાર દુનિયામાં એઇડસનો વાયરસ એચ.આઇ.વી. જોવા મળ્યો, આપણા ભારતમાં ૧૯૮૬માં આવ્યો, સમગ્ર વિશ્ર્વમાં સૌથી વધુ પ્રચાર પ્રસાર પામેલો એઇડસની કોઇ ચોકકસ રસી કે દવા આજ સુધી શોધયેલ નથી, હા એની સાથે જીવતા લોકો માટે એન્ટિરોટ્રો વાયરલ દવાને કારણે વાયરસનો વાહક તંદુરસ્ત રીતે લાંબો સમય જીવી શકે છે. એચ.આઇ.વી. પોઝિટીવ હોવું અને એઇડસ હોવું એ બન્નેમાં ફેર છે. વાયરસને કારણો ઘણા બધા રોગોમાં ઘેરાયેલા શરીરની અવસ્થાને એઇડસ કહેવાય છે. આટલી સમજ હજી પણ લોકોમાં નથી.

માત્ર ચાર કારણોમાં અસુરક્ષિત જાતીય વ્યવહારો, રકત દ્વારા, માતાથી બાળકને અને દુષિત સિરીંજ નિડલ કે એકથી વધુ વાર વપરાયેલા સ્ટરીલાઇઝ કર્યા વગરના સાધનો મારફત જ એચ.આઇ.વી. પ્રસરે છે. આપણા દેશમાં તેને કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની આગેવાનીમાં દરેક રાજય કે જીલ્લામાં એઇડસ કંટ્રોલ સોસાયટી કાર્યરત છે જે વિવિધ પ્રોજેકટ દ્વારા એઇડસને અંકુશમાં લાવવાનું કાર્ય કરે છે.

વૈશ્ર્વિકસ્તરે જોઇએ તો કયુબા દેશે માતા દ્વારા લાગતા બાળકના ઇન્ફેકશનમાં મોટી સફળતા મેળવી છે. ૨૦૧૫માં આ સંક્રમણ રોકનાર પ્રથમ દેશ હતો. આ ઉપરાંત યુ.એન.એઇડસ ગોલ ૯૦-૯૦-૯૦ માં પણ એન્ટિ રીટ્રો વાયરસ ડ્રગ વિનામૂલ્યે દર્દીને આપવામાં ઘણા દેશોની સાથે આપણાં ભારત દેશે નોંધપાત્ર પ્રગતિ કરી છે. બ્લડ બેંકમાં અદ્યતન તપાસ કીટ આવતા વિન્ડો પીરીયડ ઘટતા ત્યાંનું ચેપનું પ્રમાણ ઘટયું માતાથી બાળકને લાગતા ચેપમાં પણ સગર્ભા દરમ્યાને બાદમાં જન્મ બાદ છ માસની ટ્રીટમેન્ટમાં સારા રિઝલ્ટો મળ્યા છે. ડિસ્પોઝેબલ સિરીંઝ નીડલ સાથે જાગૃતિ વધવાથી ત્યાં પણ અંકુશ આવ્યો હવે ફકત ચોથા કારણમાં અસુરક્ષિત જાતિય વ્યવહારોમાં દેશનો યુવાવર્ગ જાગૃત થઇ જાય તો આપણને સારા પરિણામ મળે તેથી વિશ્ર્વનાં સૌથી યુવા દેશ ધરાવતા યુવાનો એઇડસ નિયંત્રણની આગેવાની લે તે જરુરી છે.વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની એઇડસ પ્રિવેન્સન અને કંટ્રોલ બાબતે કાર્ય કરતી યુ.એન. એઇડસ દ્વારા ૧લી ડીસેમ્બરે એક લડત સુત્ર આપે છે, આ વર્ષે ‘ગ્લોબલ સોલીડેરીટી શેરડ રીન્સપોસીબીલીટી ’ છે. આનું સાદુ ગુજરાતી ‘વૈશ્ર્વિક ભાગીદારી, સહિયારી જવાબદારી’ થાય છે. દરેક પૃથ્વીવાસી દ્રઢ નિશ્ર્ચય અને ઉત્સાહપૂવક એચ.આઇ.વી. એઇડસનો અંત લાવે તે જરુરી છે.

Img 20201128 Wa0472

દર મીનીટ અને ૪૦ સેક્ધડે એકને કે જેની ઉંમર ર૦ વર્ષથી ઓછી છે તે ચેપ લાગતો ગત વર્ષે જોવા મળ્યો હતો. યુનીસેફે તેના નવા રિપોર્ટ

માં આ બાબતે તેને જીવન રક્ષણ દવા મળે તેવી દરેક દેશોને તાકિદ કરી છે. ગત વર્ષે એક લાખ દશ હજાર બાળકોની એઇડસને કારણે મૃત્યું થયું હતું. કોવિડ-૧૯ ના સંક્રમણે પણ એચ.આઇ.વી. એઇડસ સાથે જીવતા લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સંયુકત રાષ્ટ્રે પણ તેના નવા રિપોર્ટમાં દર ૧૦૦ સેક્ધડે એક બાળકને ઇન્ફેકશન લાગવાની વાત કરી છે.આ વખતનો વિશ્ર્વ એઇડસ દિવસ દર વર્ષની જેવો નથી કારણ કે કોવિડ-૧૯ ની મહામારી ચાલે છે છેલ્લા ર૦ વર્ષોમાં આપણને એઇડસની લડાઇમાં સારુ  પરિણામ મળ્યું છે તેની ઉપર પણ ખતરો છે. ‘સહિયારી ભાગીદારી’નું આ વર્ષની એઇડસ લડતમાં બહુ મહત્વ છે. કોરોનાને હરાવીને એઇડસ મહામારીને સમાપ્ત કરવાની સાથે બધાને સ્વાસ્થ્યના અધિકારોની ગેરેન્ટી આપવામાં મદદરૂપ થશે. ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૯માં આપણને એઇડસ કંટ્રોલના સારો પરિણામો મળ્યા છે.

આજે દુનિયાભરમાં અંદાજે ચાર કરોડ જેવા લોકોને એચ.આઇ.વી.નું સંક્રમણ લાગ્યું છે. ભારતમાં પણ ર૪ લાખ જેટલા એઇડસના વાહક એચ.આઇ.વી. વાયરસથી લોકો સંક્રમીત છે. યુ.એન.એઇડસના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મહિલાઓમાં એચ.આઇ.વી. નું પ્રમાણ રોકવા માટે લાંબો સમય કામ કરતી ઇંજેકટેબલ દવા ખુલ જ પ્રભાવિત છે. રસી ન હોવા છતાં એઇડસને સારવાર વડે કંટ્રોલ કરી શકાયો છે. આજે વિશ્ર્વ એઇડસ દિવસે સ્વસ્થ દેશો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અને તેના આહવાનમાં બધા દેશો એક બીજાને સહયોગ કરે એટલે જ સામુહિક જવાબદારી ઉપાડવા હાંકલ કરી છે.

દુનિયામાં એચ.આઇ.વી. થી પ્રભાવિત થયેલા અને તેને કારણે મૃત્યુ પામેલાને યાદ કરવા એકત્ર થવાની વાત છે. એઇડસ જનજાગૃતિ અભિયાન સમાજના છેવાડાના માનવી સુધી પહોચે તે જરુરી છે. આજેપ ણ લોકો એઇડસ શેનાથી પ્રસરે કે શું તકેદારી રાખવી તેને ખબર નથી. એઇડસ બાબતની અંધ શ્રઘ્ધા અને ભેદભાવ હજી પણ સમાજમાં જોવા મળે છે. એઇડસ એક સામાજીક જવાબદારી છે આપણે સૌ એ યોગદાન આપવું જરુરી છે.

રાજકોટની એઇડસ પ્રિવેન્સન કલબ ૧૯૮૭થી સતત અને સક્રિય રીતે એઇડસ નિયંત્રણ અને પ્રિવેન્સન બાબતે કાર્ય કરે છે. યુવા વર્ગ માટે સેમીનાર સાથે વરસના ૩૬૫ દિવસ વિવિધ આયોજનો કરીને લોકોને શિક્ષિત કરાય છે. હેલ્પ લાઇન ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર લોકોને મુંઝવતા પ્રશ્ર્ને માર્ગદર્શન અપાય છે. એચ.આઇ.વી. – એઇડસ સાથે જીવતા લોકો માટે કાઉન્સેલીંગ ઉપર તેના અધિકારો બાબતે મહત્વની કામગીરી થઇ રહી છે. એઇડસને કારણે મા-બાપની છત્રછાયા ગુમાવનાર ઓરફન બાળકોની સૌથી મોટી સમસ્યા છે. તેના પ્રશ્ર્નનોમાં સમાજે તન, મન, ધનથી તમામ મદદ કરવી અતિ આવશ્યક છે.

‘ચાલો… સૌ સાથે મળીને એઇડસને અટકાવીએ’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.