- એક્ઝિકયુટીવ ડાયરેકટર પ્રો. ડો. ગોવર્ધનદત પૂરીના હસ્તે આરોગ્ય સંભાળ માળખા અને સર્જિકલ ક્ષમતાઓ વધારવા પાંચમાં અત્યંત આધુનિક ઓપરેશન થિયેટર શરૂ
સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે ગૌરવ એવા એઇમ્સ હોસ્પિટલ ખાતે આરોગ્ય સંભાળ સેવાઓ માળખાને પ્રગતિ સાથે વધુ મજબૂત બનાવવા એઇમ્સ રાજકોટ ના એક્ઝીક્યુટીવ ડાયરેકટર પ્રો.ડો. ગોવર્ધન દત્ત પુરીના હસ્તે અત્યંત આધુનિક ઓપરેશન થિયેટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ, એઇમ્સ સંસ્થાની ઝડપી પ્રગતિ ગતિશીલ નેતૃત્વ પૂરું પાડવા અને રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને ખુબ સારી સારવાર મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો. ડો. ગોવર્ધન દત્ત પુરીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન થિયેટર ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી, 2024 ના રોજ રાજકોટમાં પ્રથમ એઇમ્સનુંઉદ્ઘાટન કર્યું હતું. આ હોસ્પિટલ 201 એકરમાં ફેલાયેલી છે અને તેમાં આશરે 750 બેડની સુવિધા હશે. હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટરો અને ડાયગ્નોસ્ટિક લેબ્સ હશે. તેમાં ફેકલ્ટી અને સ્ટાફ માટે રહેણાંક ક્વાર્ટર્સ પણ છે, રાજકોટ અને આસપાસના વિસ્તારોના લોકોને હવે જટિલ સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂર નહીં પડે. એમ્સમાં જ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થવાથી સ્થાનિક સ્તરે જ ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ મળી રહેશે.વધુ ઓપરેશન થિયેટર ઉપલબ્ધ હોવાથી, હવે વધુ દર્દીઓના ઓપરેશન ઓછા સમયમાં થઈ શકશે, જેના કારણે વેઇટિંગ લિસ્ટ ઘટશે અને દર્દીઓને ઝડપી રાહત મળશે.આધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજ્જ ઓપરેશન થિયેટરના કારણે ઓપરેશન વધુ ચોકસાઈથી અને સલામતી સાથે થઈ શકશે, જેનાથી સારવારની ગુણવત્તામાં સુધારો થશે. આધુનિક સુવિધાઓના કારણે હવે વધુ જટિલ અને પડકારજનક ઓપરેશન પણ એમ્સ રાજકોટમાં સફળતાપૂર્વક કરી શકાશે. તેમજ આગામી સમયમાં વધુ ઓપરેશન થિયેટર બનાવવા માટે સજજ છીએ, આધુનિક ઓપરેશન થિયેટર તબીબી વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે તાલીમ અને સંશોધન માટે પણ ઉપયોગી સાબિત થશે. આમ, આધુનિક ઓપરેશન થિયેટર શરૂ થવાથી સમગ્ર પ્રદેશની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં સકારાત્મક પરિવર્તન આવશે અને લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
નવું ઉદ્ઘાટન કરાયેલ ઓપરેશન થિયેટર દર્દી સંભાળ વધુ સેવાઓ માટે ખાસ કરીને રાજકોટ અને આસપાસના પ્રદેશોના લોકોને ફાયદો પહોંચાડે છે, વિવિધ સર્જિકલ વિભાગોની કાર્યક્ષમતા અને ક્ષમતામાં નોંધપાત્ર વધારો પણ કરશે સાથે આરોગ્યસંભાળ માં અમારા દર્દીઓને પૂરી પાડવામાં આવતી સર્જિકલ સંભાળની ગુણવત્તા અને સમય સાથે ઘણો વધારો કરશેસલામતી, ટેકનોલોજી સાથે એનેસ્થેસિયોલોજી
અને પેરીઓપરેટિવ કેર વિભાગે નવા ઓપરેશન થિયેટરને કાર્યરત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી,આ કાર્યક્રમમાં એનેસ્થેસિયોલોજી અને પેરીઓપરેટિવ કેર વિભાગનું પ્રતિનિધિત્વ પ્રો. ડો. વિક્રમ વર્ધન, સહાયક પ્રોફેસરો ડો. અભિલાષ ડી. મોટેગરે અને ડો. નિવેદિતા જે. બોદરા અને સિનિયર નર્સિંગ ઓફિસર ગીતાએ કર્યું હતુંઆ પ્રસંગે મહાનુભાવો માં ડીન રિસર્ચ પ્રો. ડો. સંજય ગુપ્તા, અને ડેપ્યુટી ડિરેક્ટર એડમિનિસ્ટ્રેશન લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહ અને એકાઉન્ટ્સ ઓફિસર શ્રીધર વસાણી હાજર રહ્યા હતા . તેમની હાજરી એઇમ્સ રાજકોટના મિશનને આગળ વધારવા માટેના સહયોગી પ્રયાસો અને વહીવટી સમર્થન મળ્યું હતું .