Abtak Media Google News

છીંક આવતી હોય તો ક્યારેય ન કરશો તેને રોકવાની ભૂલ…..નહિ તો થશે કંઈક આવુ !!

છીંક આવવી એ એક પ્રાકૃતિક બાબત છે અથવા તો જ્યારે આપણને શરદી ઉધરસ થયા હોય ત્યારે સામાન્ય રીતે ચેક આવતી હોય છે.વૈજ્ઞાનિકોના કહેવા મુજબ શરીરમાં હવાના પ્રેશરના કારણે છીંક આવતી હોય છે. ત્યારે સામૂહિકમાં હોય ત્યારે આપણે છીંક ખાવાનું ટાળતા હોઇએ છીએ પરંતુ આમ કરવું આરોગ્ય માટે નુકશાનકારક બની શકે છે .

આ એક ભૂલ ઘાતક બની શકે છે. એક યુવકે પોતાના નાક અને મોંઢુ બંધ રાખીને છીંકને રોકવાનો પ્રયાસ કર્યો .તેને ગળામાં ઝણઝણાહટ થઇ હતી ગળામાં સોજો આવી ગયો હતો. ત્યારબાદ તે કંઇ પણ ગળી શકતો ન હોતો અને આમ કરવાથી તેનો અવાજ પણ જતો રહ્યો હતો .

આપણે જ્યારે પણ છીંક ખાઇએ છીએ ત્યારે ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ગતિએ હવા આપણા શરીરમાંથી બહાર આવતી હોય છે. જો આપણે હવાના આ પ્રેશરને રોકવાનો પ્રયત્ન કરીએ તો છીંકની સાથે સાથે શરીરમાંથી નીકળનારી આ હવા પણ શરીરમાં જ ઉલ્ટી અસર કરે છે.

છીંક રોકવાથી પીઠ પર બંદૂકથી લાગેલી ગોળી જેટલું શરીરમાં નુકશાન પહોંચે છે. છીંકને જબરદસ્તી રોકવાનો પ્રયાસ કરવાથી ફેફ્સામાં નુકશાન થઇ શકે છે. છીંક એટલા માટે આવે છે કે શરીરના બેક્ટેરીયા અને વાયરસ બહાર નીકળી જાય આવી સ્થિતિમાં જો તમે છીંક રોકવાનો કરશો તો શરીરના અન્ય કોઇભાગમાં નુકશાન પહોંચી શકે છે. માટે જ્યારે પણ છીંક આવે ને ત્યારે ખાય જ લેવી જોઇએ શર્માયને તેને રોકવાની જરુરી નથી.

વધુ છીંક આવે તો રાહત મેળવવાના ઉપાય

જો તમને વધુ છીંક આવતી હોય તો નારંગી, લીંબું, દ્રાક્ષ અને બીજાં કેટલાંક ફળ ખાટાં ફળો રાહત આપી શકે છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તાવ-શરદી ફેલાવતા બેક્ટેરિયા સામે લડવામાં પણ તે મદદરૂપ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.