Abtak Media Google News

અબતક, નવી દિલ્હી : રાજસ્થાનના જેસલમેર પાસે વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેસલમેરમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલ એક ગામમાં મિગ-21 ક્રેશ થઈ ગયું હતું.આ દુર્ઘટનામાં પાઈલટનું મોત નિપજ્યું છે.

આ મામલે જેસલમેરના એસપી અજય સિંહે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન શુક્રવારની સાંજે રાજસ્થાનના જેસલમેરની પાસે ક્રેશ થઈ ગયું છે. આ પ્લેન સેમ પોલીસ સ્ટેશન હેઠળ આવતાં ડેઝર્ટ નેશનલ પાર્ક વિસ્તારમાં ક્રેશ થયું છે. સ્થાનિક પોલીસ તાત્કિલાક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાથમિક જાણકારી અનુસાર ફાઈટર જેટ જે જગ્યાએ ક્રેશ થયુ છે, તે પાક બોર્ડરની પાસે છે અને આ એક પ્રતિબંધિત ક્ષેત્ર છે. અને તેમાં જવાની મંજૂરી કોઈને આપવામાં આવતી નથી. આ વિસ્તાર સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્કમાં છે અને સમગ્ર વિસ્તાર સેનાના કંટ્રોલમાં હોય છે. દુર્ઘટનાનું સ્થળ જેસલમેરથી લગભગ 70 કિમી દૂર છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓગસ્ટ 2021માં પણ બાડમેરમાં મિગ-21 વિમાન ક્રેશ થયું હતું. જો કે, આ દુર્ઘટનામાં પાઈલટનો આબાદ બચાવ થયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.