Abtak Media Google News

પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે દોડી ગયું : સદનસીબે પાયલોટ સુરક્ષિત

અબતક, નવી દિલ્હી : મધ્યપ્રદેશના ભિંડમાં દુર્ઘટના ઘટી છે. જેમાં વાયુસેનાનું એક ટ્રેઈની વિમાન અકસ્માતગ્રસ્ત થયું છે. સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત કાર્યમાં લાગ્યા હતા. આ વિમાન અકસ્માત ભિંડના ભારૌલી પાસે મન કા બાગ વિસ્તારમાં થયો હતો.

મળતી માહિતી મુજબ આ વિમાન નિયમિત તાલિમ ઉડાણ પર હતું. વિમાનને ફ્લાઈટ લેફ્ટેનન્ટ અભિલાષ ઉડાવી રહ્યા હતા. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં ફ્લાઈટ લેફ્ટેનન્ટ અભિલાષ સુરક્ષિત છે. પ્રશાસનની સાથે સાથે એરફોર્સના ટોચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.ઉલ્લેખનીય છે કે ભિંડમાં આ બીજો વિમાન અકસ્માત થયો છે. બે વર્ષ પહેલા પણ ભિંડના જ ગોહદમાં આ પ્રકારે વાયુસેનાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.