Abtak Media Google News

અમેરિકાએ 25 ફેબ્રુઆરીએ જો બાઈડેન વહીવટમાં પ્રથમ વાર સીરિયામાં એર સ્ટ્રાઈક્સ કરી હતી. અમેરિકાએ કહ્યું કે, સ્ટ્રાઈક્સમાં ઈરાન-સમર્થિક મિલિશિયા સમૂહોની ફેસિલિટીને નિશાન બનાવવામાં આવ્યું હતું. પેન્ટાગને જણાવ્યું કે, એર સ્ટ્રાઈક્સ આ મહિનાની શરૂઆતમાં ઈરાકમાં થયેલા રોકેટ હુમલાનો જવાબ છે. આ રોકેટ હુમલામાં એક એમેરિકી સિવિલિયન કોન્ટ્રાક્ટરનું મોત થયુ હતું અને અમેરિકી સેનાનો એક જવાન પણ ઘાયલ થયો હતો.

જો બાઈડેને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદથી કહેવામાં આવતું હતું કે, પ્રશાસન મીડિલ ઈસ્ટમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ અને ઘર્ષણમાં વધુ રૂચી નહીં બતાવવામાં આવે. પરંતુ બાઈડેનએ સીરિયામાં એર સ્ટ્રાઈક્સ કરવાનો નિર્ણય લેવો એ ખોડૂ સાબિત કરી રહ્યું છે.

અમેરિકી મિલિટ્રીના હેડક્વાર્ટર પેન્ટાગનનાં પ્રવક્તા જોન કિર્બીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ” રાષ્ટ્રપતિ બાઈજેનના આદેશ પર અમેરિકી મિલિટ્રી ફોર્સે પૂર્વી સીરિયામાં ઇરાન-સમર્થિક મિલિશિયા સમૂહોના ઉપયોગમાં લેવામાં આવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર એર સ્ટ્રાઈક કરી હતી.”

પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું હતું કે, “નિયંત્રિત રીતે આ લશ્કરી પ્રતિક્રિયા રાજદ્વારી પગલાઓ સાથે કરવામાં આવી છે. કોએલિશનના સહયોગીઓ સાથે પણ ચર્ચા થઈ છે. ઓપરેશનનો એક સંદેશ છે કે રાષ્ટ્રપતિ બાઈડેને અમેરિકન અને કોએલિશનના લોકોનું રક્ષણ કરશે. ”

કિર્બીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકાએ ‘ઇરાદાપૂર્વક’ આ પ્રતિક્રિયા આપી હતી કે “અંતિમ લક્ષ્ય પૂર્વી સીરિયા અને ઇરાકની પરિસ્થિતિને બગડતા બચાવી લેવાનું છે.”

અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્ટ્રાઈક્સ નાની અને નિયંત્રિત રાખવામાં આવી હતી. 500 પાઉન્ડના સાત બંમ ઇમારતના નાના ક્લસ્ટર પર છોડવામાં આવ્યા હતા. આ ઇમારતો સીરિયા-ઇરાક સરહદ પર હતી.

મિલિટ્રી બેસ પર થયો હતો હુમલો

15 ફેબ્રુઆરીએ ઇરાકના ઇરબિલમાં અમેરિકાની મિલિટ્રી બેસ પર રોકેટ હુમલો થયો હતો. તેની જવાબદારી સરાયા અવલિયા અવ-દામ નામના એક શિયા સંગઠને લીધી હતી. ઇરાને કહ્યું છે કે તેનો આ સંગઠન સાથે કોઈ સંબંધ નથી.

પાછલા વર્ષે અમેરિકાની ચૂંટણી સમય સુધીમાં ઇરાકમાં અમેરિકાના બેસ પર શિયા મિલિશિયા સમૂહોઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘટાડો થયો હતો. ઈરાન હવે અમેરિકાને 2015 ના પરમાણુ કરારમાં પાછા ફરવાનું કહી રહ્યું છે. ટ્રમ્પે અમેરિકાને આ સોદામાંથી ખેંચી લીધું હતું.

ટ્રમ્પ વહીવટ દરમિયાન અમેરિકા-ઈરાન સંબંધો બગડ્યા હતાં. ગયા વર્ષના પ્રારંભમાં ઇરાનના ટોચના જનરલ કાસિમ સુલેમાનીનું અમેરિકી ડ્રોન હુમલામાં મોત નીપજ્યાં બાદ સંબંધો બગડ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.