એરપોર્ટમાં સીઆઈએસએફના ૪૦ જવાનો માટે બનાવાયેલા બેરેકનું ઉદઘાટન કરતા કે. હેમલત્તા

rajkot
rajkot

મુંબઈના ક્ષેત્રીય કાર્યપાલક નિર્દેશક કે. હેમલત્તાની ઉપસ્થિતિમાં યોજાયો ઉદઘાટન સમારોહ: વૃક્ષારોપણ કરી કાર્યક્રમને અનુરૂપ વકતવ્ય આપ્યું

રાજકોટના એરપોર્ટની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આજે મુંબઈના ક્ષેત્રીય કાર્યપાલક નિર્દેશક કે. હેમલતાના હસ્તે સીઆઈએસએફના જવાનો માટે વધુ સુવિધા યુકત તથા બેરેકનું ઉદઘાટન કરાયું છે. જેમાં તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા બેરેકનાં ઉદઘાટન બાદ તેજ જગ્યાએ વૃક્ષારોપણ કરી પ્રસંગને અનુ‚પ વકતવ્ય પણ આપ્યુ હતુ. આ પ્રસંગે ૪૦ જવાનો, એરપોર્ટના સભ્યો, કે હેમલતા, દિલિપ સાંજનાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈનાં ક્ષત્રીય કાર્યપાલક નિર્દેશક કે. હેમલતાએ જણાવ્યું હતુ કે સીઆઈએસએફ ફોર્સ માટે ૫૫% સુધી બેરેકનું કોમીડેશન દેવાનો રોલ હોય છે. તે અંતર્ગત જ પહેલા ૪૦% હતા અને હવે વધુ સુવિધા વધારો કર્યા છે અને ૮૦% સુધી વધારો કર્યો છે અને આ સંતોષકારક છે લેડીઝ માટે પણ અલગ બેરેક ની વ્યવસ્થા કરવામાં આવી છે.

દીલીપ સાંજનાણી: (એપીડી)એ જણાવ્યુ હતુ કે જે સીઆઈએસએફના જવાન છે તેના માટે જે ફેસેલીટી આપવી હોય છે. જે આજે અમારો શુભ દિવસ છે. તે માટે મુંબઈથી મેમ પધાર્યા છે. અને ૪૦ જવાન માટે જે રહેવાનું છે તેનું ઉદઘાટન કર્યું છે. એના કરતા પણ વધારે ઓપરેશનલ છે તેના નવુ બિલ્ડીંગ અપ્રુવલ કર્યું છે અને થોડા સમયે એ પણ અપ્રુવ થઈને આગળ વધશે એવી અપેક્ષા અમે રાખીએ છીએ અને રાજકોટ એરપોર્ટ હજુ વધશે એ અમે અપેક્ષા રાખીએ છીએ.

નવુ એરપોર્ટ એ સ્ટેટની રીકવાયરમેન્ટ છે તે તેની દીશામાં આગળ વધે છે અને આ એરપોર્ટ છે તેનું સુરક્ષામાં વધે અને જયાં સુધી નવુ એરપોર્ટ અને ત્યાં સુધી અહી ફેસેલીટી વધારીએ છીએ. નવુ એરપોર્ટમાં હજુ વધુ જોગવાઈ થશે એ પ્લાનીંગ સ્ટેશનમાં જ છે.