Abtak Media Google News

શહેરીજનોને ઉમટી પડવા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન અને મ્યુનિ.કમિશનરની હાંકલ

રાજકોટ મહાનગરપાલિકાનો આજે ૫૬મો સ્થાપના દિવસ છે. આ નિમિતે આજે રાત્રે રેસકોર્સ સ્થિત રમેશભાઈ પારેઅ ઓપન એર થિયેટર ખાતે બોલીવુડની ખ્યાતનામ પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદારની સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમટી પડવા શહેરીજનોને મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડીયા તથા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મહાપાલિકાના સ્થાપના દિનની ઉજવણી દર વર્ષે જાજરમાન રીતે કરવામાં આવે છે. આજે રાત્રે ૮:૩૦ કલાકે યોજાનારી ઐશ્વર્યા મજમુદારની સંગીત સંઘ્યાના ઉદઘાટક તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહેશે. આ તકે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

પ્રથમ વખત મહાપાલિકા દ્વારા સ્થાપના દિનની ઉજવણીમાં મહાપાલિકાના પ્રથમ બોર્ડ એટલે કે ૧૯૭૫ થી ૧૯૮૦ની ટર્મમાં ચુંટાયેલા તમામ કોર્પોરેટરો અને તેના પરીવારજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આજે ઐશ્વર્યા મજમુદારની સંગીત સંઘ્યામાં શહેરીજનોને ઉમટી પડવા માટે મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા નિમંત્રણ અપાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.