ઐશ્ર્ચર્યાના પિતાની તબિયત ગંભીર સસરા અમિતાભે ખબર કાઢી

aishwarya_rai_ | bollywood | entertainment
aishwarya_rai_ | bollywood | entertainment

ઐશ્ર્ચર્યા રાયના પિતાને લીલાવતી હોસ્પિટલમાં આઈસીયુમાં રખાયા છે

અભિનેત્રી ઐશ્ર્ચર્યા રાય બચ્ચનના પિતાની તબીયત ગંભીર છે. સસરા અમિતાભ બચ્ચન ખબર કાઢવા પહોચ્યા હતા ઐશ્ર્ચર્યાના પિતા ક્રિશ્ર્નારાજ રાયને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તાજા રીપોર્ટ પ્રમાણે તેમની હાલત ક્રિટિકલ છે. અને તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.

અભિષેક અને ઐશ્ર્ચર્યા સતત લીલાવતી હોસ્પિટલે જ રહે છે. ઐશ્ર્ચર્યાના સસરા અને ક્રિશ્ર્નારાજ રાયના વેવાઈ અમિતાભ બચ્ચન ખબર કાઢવા લીલાવતી હોસ્પિટલે પહોચ્યા હતા આ સિવાય ઐશ્ર્ચર્યાના પરમેનન્ટ મેક અપ આર્ટીસ્ટ મીઠી કોન્ટ્રાકટર પણ હોસ્પિટલે જોવા મળ્યા હતા.

ગત જાન્યુઆરી માસમાં પણ ક્રિશ્ર્નારાજ રાયની તબીયત લથડી હતી ત્યારે ઐશ્ર્ચર્યા દુબઈમાં વેકેશન પર હતી તેણે વેકેશન ટુંકાવીને તૂર્ત જ મુંબઈ આવી જવું પડયું હતુ.

ઐશ્ર્ચર્યાની માતા વૃંદારાય, ઐશ્ર્ચર્યા, અભિષેક તથા પરિવારના અન્ય સભ્યો સતત લીલાવતી હોસ્પિટલે ખડે વગે રહ્યા હતા