Abtak Media Google News

Table of Contents

ગોલમાલ અગેઇને હાલ જ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી દીધી છે. ત્યારે રોહિત શેટ્ટીના આ ફિલ્મને ધમાકેદાર ઓપનીંગ મળી રહ્યું છે આ ફિલ્મમાં અભિનેતા અજય દેવગન, અરશદ વારસી, તુષાર કપુર, શ્રેયસ તલપડે, કુણાલ ખેમુ રેગ્યુલર દર વર્ષેની જેમ જ છે. તો અભિનેત્રીમાં પરિણિતા ચોપરા, તબુ મહત્વની ભુમિકામાં છે જો કે ફિલ્મ સિરિઝ ગોલમાલને પહેલાથી જ એટલી લોકપ્રિયતા મળી રહી તો હજુ તેની પાંચમી સિરીઝ પણ આવશે તેની જાહેરાત અજય દેવગણે કરી હતી. તેમજ તેણે જણાવ્યું હતું કે આ પાંચમી સિરીઝમાં અભિનેત્રી કરીના કપુર ખાન માતા બન્યા બાદ ફરી એક વાર દર્શકોનું મનોરંજન કરશે. નવા વર્ષથી આ પાંચમા ગોલમાલ બનાવવાની યોજના અંગે હાલ તેઓ રોહિત શેટ્ટી સાથે ચર્ચા વિચારણાં કરી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.