Abtak Media Google News
શાલિભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે

ધર્મમાં દાન વપરાય ત્યારે ધર્મ મજબૂત બને, લક્ષ્મીનો સાચો માર્ગ: બા.બ્ર.પૂ.સ્મિતાબાઇ મ.સા.

મહાજન અને સેવા કાર્યોની ભૂમિ ગણાતા રાજકોટના શ્રી શાલિભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે યોજાયેલા મા-સ્વામી જીવ દયા અનુસંધાન આ કાર્યક્રમમાં દાતા બીનાબેન અજયભાઈ શેઠ જીવ દયા માટે રૂપિયા 1 કરોડ 11 લાખના અનુદાનનો કાર્યક્રમ યોજાયો હતો. સૌરાષ્ટ્રની 102 ગૌશાળા અને પાંજરાપોળ માં સેવા માટે ચેક વિતરણના કાર્યક્રમમાં સંતો ગુરુભગવંતો દાતા અને ગૌ સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Dsc 6567

સ્થાનકવાસી જૈન મોટા સંઘ રાજકોટના 50 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શાલિભદ્ર સરદારનગર સ્થાનિક વાસી જૈન સંઘ સુવર્ણ જયંતિ ચાતુર્માસની ઉજવણી અંતર્ગત રવિવાર તારીખ 10 જુલાઈ રવીવારના સવારે 9:30 થી 12 દરમિયાન  યોજાયેલા કાર્યક્રમમાં ગુરુ ભગવંતો અને સંતો ની પવિત્ર ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રિકા તીર્થ સ્વરૂપગુરુની બા.બ્ર.પ.પૂ હીરબાઈ મહાસતીજી, તત્વચિંતક બા.બ્ર.પૂ જ્યોતીબાઈ મહાસતીજી, તત્વપ્રેમી બા.બ્ર.પ.પૂ જસુબાઈ મહાસતીજી,સેવારત્ના બા.બ્ર.પૂ ઉષાબાઈ મહાસતીજી, દીર્ઘ  તપસ્વીરત્ના અને પ્રવચન પ્રભાવક બા.બ્ર.પૂ સ્મિતાબાઈ મહાસતીજી આદિ ઠાણા-5 અત્રે સુખ સાતામા બિરાજમાન હતા.

આવા ધર્મમય વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હરેશભાઈ વોરા,અબતક મીડિયાના મેનેજીંગ ડિરેકટર સતિષકુમાર મહેતા,ચંદ્રકાંતભાઇ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જીવદયા સેવા માટેના અનુદાનના કાર્યક્રમમાં અજયભાઈ શેઠે જીવદયા સહિત વિવિધ સેવાકિય પ્રવૃતિઓમાં 13 કરોડ 11લાખ રૂપિયાનું અનુદાન આપ્યું હતું.સૌરાષ્ટ્રની 102 ગૌશાળા પાંજરાપોળ માટે ના આ અનુદાન વિતરણ કાર્યક્રમમાં મુખ્ય દાતા અજયભાઈ શેઠે જણાવ્યું હતું કે આ દાન ધર્મ કાર્યો માટે છે મારુ એવું માનવું છે કે જીવ દયા માટે ક્યારે કોઈ કચાશ રહેવી ન જોઈએ તેમણે સરદાર નગર યુવક મંડળ ના યુવા સેવકોની સેવાને ધ્યાને લઇ જણાવ્યું હતું કે આ સેવા કાર્ય ખરેખર પ્રેરણાદાયી છે.

આ તમામ દાનની રકમ 14 ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલકોને સરદાર નગર યુવક મંડળના સભ્યોના હાથે જ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અજયભાઈ શેઠે જણાવ્યું હતું કે જીવનમાં  કલ્યાણ મિત્રો જરૂરી હોય છે.જે તમને સતત પણે જીવનમાં સત્કાર્યો માટે પ્રેરિત કરતા રહે. સેવાનો સાચો માર્ગ સરદાર નગર ના યુવકો પાસેથી શીખવા જેવું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત બા.બ્ર.પૂ સ્મિતાબાઇ મહાસતીજી એ જણાવ્યું હતું કે ધર્મ કાર્ય માં વપરાતું દાન ધર્મને મજબૂત બનાવે છે અને ધર્મનું આ દાન લક્ષ્મી નો સાચો માર્ગ છે. આજે જોગાનુજોગ બકરી ઈદના દિવસે જીવ દયાનો આ સાચું પુણ્યશાળી દાન ખરેખર વધુ અસરકારક અને ધર્મ પ્રભાવી બન્યો છે.

સવા 13 કરોડ રૂપિયાનું અનુદાન જીવ દયાની પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવશે

રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજસાહેબ ની પ્રેરણાથી  દાતા શ્રીમતી બીનાબેન અજયભાઈ શેઠ સાયન,મુંબઈ દ્વારા અપાયેલું આ દાન ગૌશાળા અને પાંજરાપોળની આ પ્રવૃત્તિને વેગવાન બનાવશે અજય ભાઈએ જણાવ્યું હતું કે ધર્મ અને સેવાનું કાર્ય આર્થિક ખેંચથી ક્યારે અટકવું ન જ જોઈએ.

દરેક જીવ માત્ર જીવવા ઈચ્છે છે: બા.બ્ર.પૂ.સ્મિતાબાઈ મહાસતીજી

Dsc 6602

બા.બ્ર.પૂ.સ્મિતાબાઈ મહાસતીજીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે,જૈન સમાજના કોઈપણ નાનાથી મોટા કાર્યો હોય તેમાં જીવ દયા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જીવ દયાનો કાર્ય કરવાથી અન્ય જીવોને સાતા મળે છે.જૈનોની કુળદેવી જીવ દયા એટલે જીવ દયા માં અબોલ અને નિર્દોષ પશુઓ એમને ખોરાક મળી રહે. તેમના જીવનની જરૂરિયાત મળી રહે.એમને પૂર્ણ સાતા વર્તે તેમનો આ તિર્યજ ગતિ નો જન્મ પણ પ્રસન્નતા થી પસાર થાય અને સૌ જીવોને ખૂબ સાતા મળે એવી મંગલ ભાવના સાથે જીવ દયા છે.

જીવ દયા, માનવ સેવા એ જ સાચો ધર્મ:અજયભાઈ શેઠ

Vlcsnap 2022 07 11 13H19M36S904

દયા,પ્રેમ,કરુણા અને અનુકંપા આજ માર્ગ ઉપર સંપૂર્ણ સમાજ આગળ વધે તો મારું માનવું છે કે શાંતિ સુખ હળવાશ પ્રસન્નતા દરેક જગ્યા પર જળવાઈ રહેશે. માનવસેવા,જીવ દયા એ જ સાચો ધર્મ છે. ખોટા ધર્મના વાળા ઉભા કરવા કરતા માનવતા જ સાચો ધર્મ છે.

  • પૂજ્ય શ્રી જયવીજયાજી મહાસતીજીની દિવ્ય સ્મૃતિમાં મા-સ્વામી જીવદયા સહાય કાર્યક્રમને બહોળી સંખ્યામાં
    શ્રાવક-શ્રાવીકોઓએ અબતક ચેનલ તેમજ અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી નિહાળીઓ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.