Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનરની પ્રદૂષણ-પર્યાવરણ મુદ્દે ‘અબતક’ સાથે વાતચીત

અબતક, રાજકોટ
રાજકોટ આજી નદીના પ્રદૂષણ રીવર ફ્રન્ટ, પર્યાવરણ સહિતના મુદ્ે ‘અબતક’ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની મુલાકાત કરવામાં આવી હતી. જેનો સાર અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

પ્રશ્ર્ન : વોર્ડની વિઝિટ તેમજ શહેરના પ્રોજેક્ટને લઇને તેમની વચ્ચે જઇ રહ્યા છો તે શું છે?
જવાબ : હું કહું છુ કે આપણે બે ભાગમાં કામ કરીએ છીએ, પહેલું સર્વિસ પ્રોવાઇડર અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિલેવરી, જે ઝડપથી પહોંચે, સમયે પહોંચે, ટ્રાન્પેરન્ટલી પહોંચે અને સસ્ટેનેબલ રીતે પહોંચે. જે અધિકારીઓ સુધી જે નીચલા લેવલ સુધી પહોંચે છે તે જોવું પડે. અમારી એક ગ્રીવાઇન્સ રિડ્રેસલ એપ છે, જેના દ્વારા નવા પ્રશ્ર્નો ઉભા થાય છે અને તેનો હલ કરીને સર્વિસ પૂરી પાડી શકીએ છીએ. નાની-નાની વાતોને ધ્યાનમાં લેવા માટે અને કેમ ઝડપથી સર્વિસ આપીએ તેવો પ્રયાસ છે.

પ્રશ્ર્ન : સ્માર્ટ સીટીનો પ્રોજેક્ટ પૂર્ણ થવા માટે આપનો શું વિચાર છે?
જવાબ : રૈયા સ્માર્ટસિટીનું બંધારણ છે જે વિકાસ પામ્યું છે. ટીપી સ્કીમો ચાલુ થઇ ગઇ છે. ત્યાં વિકાસ પરવાનગીઓ અપાઇ રહી છે. ત્યાં જુદા-જુદા એશોસિએશન સાથે અને યુનિયન સાથે સંપર્કમાં છીએ. હાલમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ સાથે વાતચીત ચાલુ છે કે ત્યાં નાના-નાના આઇ.ટી.ફોર્મસ છે તે 100થી 300 સુધી વધારવા માટેનો વિચાર છે. જેમાં ઘણી બધી નવી તકો ઉભી થાય છે. સ્માર્ટ સીટી અંતર્ગત ગ્રીન સીટી અંગે ગ્રીન ટ્રાન્સપોર્ટમાં 50 બસો ઉપલબ્ધ છે જે આ વર્ષે 150 સુધી લઇ જવાનું વિચારી રહ્યા છીએ તથા બધા જ ક્ષેત્રમાં પૂરતો વિકાસ થાય તે જોવાનું છે. ખાસ તો એઇમ્સ આવી છે. તે વિકાસ થઇ રહ્યું છે અને બીજો 150 ફૂટ રીંગ રોડ ડેવલોપ થાય છે જેનો ફાયદો થઇ રહ્યો છે.

Screenshot 9 7

પ્રશ્ર્ન : ‘આજી રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ’ આ પ્રોજેક્ટ ક્યા પહોંચ્યો છે અને કેટલા સમય સુધીમાં પૂર્ણ થશે?
જવાબ : આનો જવાબ હું ત્રણ ભાગમાં આપીશ, પહેલું આજી ક્લીનીંગનો ત્યાગ સૌથી પહેલું છે તેમાં ફીફ્ટીન ફાઇનાન્સ કમિશનમાં આવે છે અને મુલાકાત લઇએ તો ખબર પડે કે ક્ધસ્ટ્રક્શન ડિમોલીશન વેસ્ટ ત્યાં ખાસ કરીને હોય છે. રાત્રિના ટ્રેકરો ઠાલવે એવા ઇસ્યુ ચાલતા હોય છે અને ખાસ કરીને સીએનડી વેસ્ટ મુક્ત રાજકોટનું નિર્માણ કરવું છે. જે હાલમાં નાના પાયે 50 ટન જેટલું વેસ્ટ કાઢ્યું જેમાં આપણને 57 રૂપિયા જેટલી રોયલ્ટી મળવાની છે. જેનું ટાઇઅપ ક્રસરસ વગેરે સાથે કર્યું, જેમાં સોફ્ટ મટીરીયલ વગેરે જેવામાં વપરાઇ શકે છે તો આ આજી ક્લિનીંગમાં 10 કરોડ રૂપિયા બજેટમાં રાખ્યા છે અને ફીફ્ટીન ફાઇનાન્સ કમિશન પ્રમાણેની ગાઇડલાઇન પ્રમાણે ગ્રાન્ટ ઉપલબ્ધ છે અને જરૂર પડશે તો તે વધારીશું અને સીએનડી વેસ્ટ ફ્રી રાજકોટ મોડલ છે. જેમાં તે ફીટ થાય છે અને ઉપયોગી છે. બીજું છે રામનાથ મહાદેવના રીવર ફ્રન્ટની વાત છે.તેમાં રીવર એકબાજુથી નીકાળવી પડે છે અને તે વચ્ચે ઉપરના ભાગમાં મેઇન જગ્યા પર રહેલું છે. જે અલગ પડે છે. ત્રીજું છે સિવરેજ- ઇન્ટર સેફ્ટ લાઇનની 11 કિ.મી.ની લાઇન છે. કેસરહિંદ પુલથી લઇને રામનાથ મહાદેવ સુધીનો ભાગ આવેલો છે, જેમાં ઇન્ટરસ્પેટરનું કામ ઘણુખરું પુરૂં થઇ ગયું છે. જેમાં અંદરના ભાગના ડેવલોપમેન્ટમાં ઇન્વારમેન્ટ ક્લીયરન્સના ઇસ્યુ હતા જે નિવારણ કરેલ છે અને તે જલ્દી થઇ જશે.

પ્રશ્ર્ન : આજી-1થી આજી-2 સુધીનો એરિયા ગંદા પાણીથી છે તેનું શુદ્વીકરણ થઇ જશે?                           જવાબ : આપણે 11 કિ.મી.ની ઇન્ટરસેપ્ટર લાઇન નાખી રહ્યા છીએ. આ લાઇનથી આપણે સ્લજને અટકાવી શકીશું. સીએનડી મુક્ત થશે તો આપણે ક્લીનીંગ કરીશું અને તેમાં આપણે રીટેઇન્ગી વોલમાં કામ લીધું છે. એકવાર જો એનવારમેન્ટ ક્લિયરન્સ મળી જાય તો ઘણાં આગળ વધી શકીશું. આ વખતે જે ક્લીનીંગનો પાર્ટ પૂર્ણ થઇ જાય તો આપણે ઘણાં આગળ વધી શકીશું.

પ્રશ્ર્ન : ગાર્બેજમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છો અને ડોર ટુ ડોર વોચ રાખી રહ્યા છો તો કર્મીઓને શું મેસેજ આપશો?
જવાબ : નવા ભળેલા વિસ્તારમાં 250 જેટલા નવા કર્મચારીઓ ફાળવીશું તેમજ ટીપરમેન હતા તે જર્જરીત થઇ ગયા હતા અને નવા 100 જેટલા ટીપરમેન જલ્દી મળી જશે અને ડોર ટુ ડોર જે કચરાની કે ઢગલાની સમસ્યા છે તે દૂર થઇ જશે. પ્રયત્ન એવો છે કે રાજકોટમાં 5000 કિલોમીયરના એરિયા છે જેમાં લો ડેન્સીટી, હાઇ ડેન્સીટી અને મિડિયમ ડેન્સીટીમાં બાંધી શકીએ અને મિડિયમ ડેન્સીટીમાં બાંધી શકીએ. જેને કારણે લોકોએ હાથ કચરાના ઉપાડવા પડે તે માટે 1000 જેટલા વિલ્બરો ખરીદ્યા છે, મીની સ્વિપર મશીન ખરીદ્યા છે. હજુ 12 જેટલા સ્વિપીન મશીન ખરીદ કરવાના છે.

પ્રશ્ર્ન : રાજકોટને શું ઇન્દોરનું સ્થાન લઇ શકશું? કે ઇન્દોરને બીજા સ્થાને મુકી શકશું?
જવાબ : પ્રયત્ન ખૂબ કરી રહ્યા છીએ અને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોમેન્ટની ખૂબ જ જરૂર છે. કોઠારીયામાં નવા ગાર્બેજ સ્ટેશન બનાવી રહ્યા છીએ અને આ બેક બોન ગ્રીન સીટી કરી શકીએ. મોટા વૃક્ષોની આજુબાજુ જુના ગટરના પાઇપ હોય તેમાંથી રીંગ બનાવીને કલર કરીને ઉપયોગ કરી છીએ. આ વખતે આપણે સીએસઆરમાં ડિવાઇડર પ્લાન વધારે કરી શકીએ. ચોક્કસ પ્લાનીંગ સાથે આગળ વધશું તો ડેફિનેટલી નંબર-1 પર આવી શકશું.

પ્રશ્ર્ન : જે રીતે રાજકોટમાં બ્રીજનું કામ ઝડપે ચાલી રહ્યું છે તેમાં ટ્રાફિક સમસ્યાથી મુક્ત થશે તો તે કેટલા સમય સુધીમાં આ કામગીરી મુક્ત થશે?
જવાબ : કે.કે.વી. ચોક બ્રીજએ થોડું કઠીન છે, કેમ કે તે બ્રીજ ઉપર બ્રીજ છે. તેના સિવાયના ચારેય બ્રીજ આ કેલેન્ડર વર્ષમાં પૂર્ણ કરીશું. સૌ પ્રથમ હોસ્પિટલ ચોક બ્રિજ પૂર્ણ થશે પછી રામદેવપીર અને બીજા બધા બ્રીજ પૂરા થશે અને જાન્યુઆરી કે તે પછી કેકેવી ચોક બ્રીજ પૂર્ણ થશે. જો કે આ કેલેન્ડર વર્ષમાં બધા બ્રિજ પૂર્ણ થઇ જાય તે જ પ્લાનિંગમાં આગળ વધી રહ્યા છીએ.

પ્રશ્ર્ન : રા.મ્યુ.કો.ના પદાધિકારો જાહેરાત કરી કે રાજકોટને એન્વારમેન્ટ ફ્રેન્ડલી બનાવું છે વૃક્ષો રોપવા છે તો આજી પ્રોજેક્ટ નડતરરૂપ નથી લાગતો?
જવાબ : ગ્રીનીંગની વાત કરીએ તો વોટર બોડીસ છે જે સૌથી મહત્વનો રોલ હોય છે. એન્વારમેન્ટની દ્રષ્ટિએ વોટર પરક્યોલેશન દ્રષ્ટિએ તેમજ બાયો ડાયવરસીટીની દ્રષ્ટિએ મહત્વનું છે. આજી પ્લેસએ મહત્વનો રોડ છે અને આજી સાથે ખોખળદળ પણ છે. ખોખળદળ પર એક બ્રીજનું પણ પ્લાન કરી રહ્યા છીએ. ત્યાં 2 થી 3 મીટરનો ચેક ડેમ બનાવો કે કેમ? તે પણ કાર્ય કરી રહ્યા છીએ. જે પર્યાવરણને અનુરૂપ ઉપયોગી થાય છે.

પ્રશ્ર્ન : રાજકોટમાં ફસ્ટડોઝ 100% અને સેક્ધડ ડોઝ 92% તો રાજકોટની જનતાને શું મેસેજ આપશો?
જવાબ : રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ 110% પહોંચ્યા છે. જેમાં માઇગ્રેટ હતુ અને ચાલુ થયું ત્યારે બહારના એ ઘણાં લોકોએ લઇ લીધા છે. અત્યારે ખૂબ સારો, ઉત્સાહ જોવા મળે છે. લોકો સામેથી ડોઝ લઇ રહ્યા છે. જે લોકો આપણા સુધી પહોંચતા નથી તેને પણ ફેસેલિટેડ કરી રહ્યા છીએ. આપણે ‘હર ઘર દસ્તક’માં મતદારયાદી છે તેમાં ઘરે-ઘરે વિઝીટ લઇ રહ્યા છીએ. ફોન-કોલિંગ સતત ચાલુ છે. મોબાઇલ કોલિંગ સેવા ચાલુ છે. આપણે વેન પણ રાખી છે. જે ખાસ કરીને વૃદ્વ માણસો છે કે પ્રેગ્નેટ લેડિઝ છે તે ફોન કરે તો તેમના ઘરે વેક્સીન આપી જઇએ છીએ. કોરોના સામે સૌથી વધુ ઇન્ફેટ સુરક્ષામાં વેક્સીન જ છે. જેમાં 15 થી 17 વર્ષના બાળકોને વેક્સીનેશન આવ્યુ હતું. તેમાં પણ આપણે 80% કામગીરી પૂરી કરી છે.
ટાઇમ ટુ ટાઇમ વેક્સીનેશન કર્યુ તે બીજી લહેરમાં ખૂબ જ લાભદાયી રહ્યું છે અને તે સફળ નિવળ્યું છે.

પ્રશ્ર્ન : રા.મ્યુ.કો.ના કમિશ્નર તરીકે આપ રાજકોટને ક્યાં ઉંચાઇ સુધી લઇ જવા માંગો છો? આપના શું સપના છે, રાજકોટ પ્રત્યે?
જવાબ : આપણ બધાનું એક જ સ્વપ્ન હોય છે કે ખુશ રહીએ અને સીટીને જે જેટલા લિવેબલ બનાવીએ તેટલા લોકો ખુશ રહે છે. પાલિકા દ્વારા જે સર્વિસીસ છે તે પૂરતી મળે અને બેકબોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે રોડ બ્રીજસ, સમ વોટર ડ્રિંક્સ છે. જેમાં સ્ટટેનીબ્લીટી, ટ્રાન્પરન્સી અને ટાઇમલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરી શકીએ અને સર્વિસીસ આપીએ તો હું એવું માનું છું કે આ સફળ થઇ ગણાય છે.

-: સંદેશો :-
લોકોને મેસેજમાં મસ્ત રહો, ખુશ રહો સાથે ગંદકી ન કરવી, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ. માસ્ક પહેરવું જોઇએ. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઇએ અને જે લોકોએ અત્યાર સુધી વેક્સીન નથી લીધી તેને વેક્સીન લેવી જોઇએ. સ્વસ્થ રહો, ખુશ રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.