Abtak Media Google News
  • ‘જોકર’ સાથેના છૂક છૂક ગાડી, બાળગીતો, ડાન્સનાં સુંદર વાતાવરણો ધરતી પર સ્વર્ગ ખડુ કર્યુ !!
  • ‘અબતક’ ચેનલ પરના લાઇવ પ્રસારણે લાખો લોકોએ માણ્યો ભૂલકાઓનો આનંદોત્સવ

રાજકોટ શહેરના લક્ષ્મીનગર જેવા મઘ્યમ વિસ્તારની અકબરી પ્રા. શાળા નં. 47 ખાતે ભવ્ય ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવેલ હતું. આ રંગારંગ આયોજન ‘અબતક’ ચેનલ દ્વારા લાઇવ પ્રસારણ લાખો લોકોએ નિહાળ્યું હતું.

સવારથી જ ભૂલકાઓ તથા શાળા સ્ટાફનો અનેરો ઉત્સાહ જોવા મળતા ઢોલ, નગારા શરણાઇ રાસ સાથે છાત્રોએ છુઠ છુક ગાડી પણ ચલાવી હતી.

Vlcsnap 2022 06 25 12H57M20S585

ધો. 1 ના નવા પ્રવેશ સાથે શાળા પ્રાંગણમાં આવેલી કોર્પોરેશન સંચાલીત આંગણવાડીના નાના બાળકો પણ જોડાઇને ધરતી પર સ્વર્ગખડુ કર્યુ હતું.

કાર્યક્રમનું મુખ્ય આકષણ સચીનભાઇ ‘જોકર’ હતા તેમણે બાળકોને ડાન્સ સાથે વિવિધ ગીતોમાં જમાવટ કરી હતી. સમગ્ર આયોજનમાં શેર વિશ્ર્વ સ્માઇલ એન.જી.ઓ. ના પ્રમુખ કપિલ પંડયાની ટીમ સક્રિય રીતે સહયોગય આપ્યો હતો. કાર્યક્રમમાં બાળકો દ્વારા જ ઢોલ નગારા વગાડીને અનેરા આનંદ જલ્વો કર્યો હતો જયારે મોટા ધોરણની છાત્રાઓએ તાલી રાસની જમાવટ કરી હતી. આંગણવાડીના રીમોર્ટ કંટ્રોલ વાળા રમકડા સાથે શાળાની કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ રુમ નિહાળીને વાલીઓ પ્રભાવિત થયા હતા.

Vlcsnap 2022 06 25 13H02M47S203

કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, ઉપપ્રમુખ પરેશ હુંબલ, શિક્ષણ સમિતિ વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા, સદસ્ય ધૈર્ય પારેખ, શહેર ભાજપ મંત્રી દિપાબેન કાચા, મંત્રી રઘુભાઇ ધોળકીયા, મંત્રી માધવ દવે, મહામંત્રી રાજુભાઇ દલવાણી સાથે વોર્ડ નં. 8 ના કોર્પોરેટર દર્શનાબેન પંડયા, પ્રિતિબેન દોશી, અશ્ર્વિનભાઇ પાંભર, બિપીનભાઇ બેરા, એસ.એમ.સી. ના અઘ્યક્ષ શીલાબેન મીઠાપરા ખાસ હાજર રહીને નવા પ્રવેશ પામેલ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. દરેક નવા છાત્રોને શૈક્ષણિક કીટ સાથે સ્કુલ બેગ વિતરણ કરી હતી.

કાર્યક્રમમાં વોર્ડ નં.8  ના પ્રભારી નીતીન ભૂત, પ્રમુખ તેજશ જોશી તથા મહિલા મોરચાના અઘ્યક્ષ કિરણબેન માકડીયા ખાસ ઉ5સ્થિત રહ્રયા હતા.

શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડના પ્રમુખ ગીરીશ અકબરી, શેરવિથ સ્માઇલના પ્રમુખ કપિલભાઇ પંડયા, અનુપમભાઇ દોશી એ આર્થિક સહયોગ સાથે બાળકોને કીટ વિતરણ કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.