Abtak Media Google News
  • અબતકની શુભેચ્છા મુલાકાતમાં  અખિલ ગુજરાત  રાજપુત યુવા સંઘના સભ્યોએ આપી માહિતી
  • અખિલ ગુજરાત  રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા 33મો  ભૂચર મોરી  શહીદ  શ્રધ્ધાંજલી  સમારોહનું  25 ઓગષ્ટને  રવિવારે  આયોજન કરવામાંઆવ્યું છે.

આ કાર્યક્રમ સમારંભ  રાજકુમાર દેવેન્દ્રસિંહજી ઝાલા, ચેરમેન દેવ ફલેટ  પ્રાઈવેટ લીમીટેડના અધ્યક્ષ સ્થાને  કાર્યક્રમ યોજાશે. મુખ્ય મહેમાન તરીકે નારાયણ ગુરૂજી મહારાજ દુધેશ્ર્વર સિધ્ધ પીઠ  ગાઝિયાબાદથી પધારશે. તેમજ મેઘરાજ સિંહ શેખાવત, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તેમજ વિનોદસિંંહ  રાઠોડ સહિતના  અગ્રણીઓ તથા  દાતાશ્રી ઉપસ્થિત રહેશે.

અબતકની શુભેચ્છા મુલાકાતમાં  પી.ટી. જાડેજા – આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાજપૂત સંઘ,  કિશોરસિંહ જેઠવા – જીલ્લા પ્રમુખ રાજકોટ અ.ગુ.રા.યુવા સંઘ,  કિરીટસિંહ જાડેજા – પૂર્વ શહેર પ્રમુખ રાજકોટ અ.ગુ.રા.યુવા સંઘ,  પથુભા જાડેજા  શહેર પ્રમુખ અ.ગુ.રા.યુવા સંઘ, નિર્મળસિંહ ઝાલા – મહામંત્રી રાજકોટ જીલ્લા,  અક્ષીતસિંહજી જાડેજા – સલાહકાર પ્રદેશ,  હિતેન્દ્રસિંહ ઝાલા – રાજકોટ જીલ્લા યુવા પ્રમુખ,  કનકસિંહ ઝાલા  – મહામંત્રી,  બલભદ્રસિંહ જાડેજા  – ઉપપ્રમુખ,  જયપાલસિંહ જાડેજા – સહમંત્રી વિ.  મુલાકાતમાં હાજર  રહ્યા હતા.

આ ઉપરાંત નીરૂભા ઝાલા મોટા રામપર, ભૂચરમોરી કાર્યક્રમના ક્ધવીનર, રાજેન્દ્રસિંહ જાડેજા, વાગુદડ ચેરમેન, સ્થાનીક વ્યવસ્થા સમિતિ, નીરૂભા જાડેજા – ક્ધવીનર, સહદેવસિંહ જાડેજા – સણોસરા ઘોડેસવારી સ્પર્ધા ક્ધવીનર, કિશોરસિંહ જેઠવા તલવાર બાજી સ્પર્ધા ક્ધવીનર આ ઉપરાંત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ તેમજ યુવા પાંખના તમામ હોદેદારો તથા ધ્રોલન તમામ કાર્યકરો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહયાં છે.

ભૂચર મોરી મહાયુધ્ધનો ઈતિહાસ

વિ. સં. 1648 માં સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુધ્ધ ” ભુચરમોરીનું મહાયુધ્ધ અકબર બાદશાહ અને જામ સતાજી વચ્ચે, જામ સતાજીના આશરે આવેલ શરણાગત ને નહીં સોંપીને ; શરણાગતનું કોઈપણ ભોગે રક્ષણ કરવું” એવા ક્ષત્રિય ધર્મના પાલન અર્થે થયું હતું. જાડેજા રાજવંશ દ્વારા આવા કુલ 8 યુધ્ધો દિલ્લીના બાદશાહો સામે કર્યા છે, જેમાં 6 વખત દિલ્લીના બદશાહો ને હરાવનાર ભારતનો એકમાત્ર રાજવંશ એ જાડેજા રાજવંશ છે. જે યુધ્ધો નીચે મુજબ છે.ઇ. સ. 1347 માં મહામદ તઘલખના ગુજરાતના ઔરવ સૂબો તઘી અને તઘલખ વચ્ચે કડીના મેદાન માં યુધ્ધ થયું હતું, જેમાં તઘીની હાર થતાં તે ભાગીને સિંધ માં સમા-જાડેજા વંશના સમાનગર ના રાજા જામ ઉન્નડ ને શરણે આવ્યો હતો. જામ ઉન્નડ અને યુવરાજ બમણિયાજી ને મહામુદ તઘલખે વારંવાર વિનતિના સંદેશ મોકલવા છતાં તઘી ને સોંપવાની સ્પસ્ટના પાડી દીધી. જેથી 3 વર્ષો ગુજરાતમાં જ રોકાઈ જઈને તૈયારીઓ કારીની. ઇ.સ.1351 માં સિંધ સમાનગર ઉપર હુમલો કર્યો. પણ એ યુદ્ધમાં મૂહમદ તઘલખ હારીને મૃત્યુ ને શરણ  થયો. એ જ રીતે મહમદ્દ ફિરોજશાહ (જે તઘલખનો ભત્રીજો હતો. અને 1351માં દિલ્લીની ગાદી મળી હતી.)

એ ત્રણ વાર એજ તઘી ને મેળવવા સિંધ સમાનગર ઉપર હુમલો કર્યો પરંતુ ત્રણેય વાર સખત હારનો સામનો કરવો પડયો.વિ. સં. 1629 માં ગુજરાતનો છેલ્લો બાદશાહ મુજફફર ત્રીજો અકબર સામે હારી જતાં તે ભાગીને જામ સતાજીને શરણે આવ્યો. “શરણાગતનું રક્ષણ કરવું તે ક્ષત્રિય ધર્મ છે એમ કહીને અકબરના અનેક ઓફરો ને ઠુકરાવીને યુધ્ધ કરવાનું પસંદ કર્યું. જેમાં વિ. સં. 1630 માં જુનાગઢનું યુદ્ધ થયું. વિ. સં. 1640 માં તમાચન નું યુધ્ધ થયું. જે બંને યુધ્ધો માં અકબરની સેના ને જામ સતાજીની સેનાએ ખૂબ સજ્જડ હાર આપીને નાસી જવા મજબૂર કર્યા હતા. તેથી વિ. સં. 1548 માં ગુજરાતના સુબા ને પદભ્રષ્ટ કરીને નવો સૂબો અઝિઝ કોકો ની નિમણૂક કરી. અને એક વિશાળ સેના અઝિઝ કોકો ની આગેવાનીમાં મોકલી.

હજારો રાજપૂતો યોધ્ધાઓની શહીદીની યાદમાં કાર્યક્રમનું આયોજન: પી.ટી. જાડેજા

અબતકની શુભેચ્છા મુલાકાતે   આંતરરાષ્ટ્રીય  રાજપૂત  ક્ષત્રીય  ગીરાસદાર યુવા  સંઘના  અધ્યક્ષ પી.ટી.જાડેજાએ જણાવ્યું હતુ કે, ત્રીજી લડાઈ ભૂચરમોરી, ધ્રોલના  મેદાનમાં થઈ હતી અને સૌરાષ્ટ્રના  ઈતિહાસની  સૌથી મોટી લડાઈ હતી. જેમાં હજારો રાજપૂતો અને અન્ય સાથી યોધ્ધાઓ   શહીદ થયા હતા.  જેની યાદમાં  છેલ્લા 34 વર્ષોથી ભૂચરમોરી શહીદ  શ્રદ્ધાંજલી  સમારોહનું આયોજન અખીલ ગુજરાત  રાજપૂત યુવા સંઘ અને ભૂચર મોરી શહીદ  સ્મારકટ્રસ્ટ  દ્વારા કરવામાં આવે છે.આ વર્ષે પણ આ કાર્યક્રમ  25 ઓગષ્ટના રોજ સવારે  8 વાગ્યા  શરૂ થશે ક્ષત્રીયો અને  શોર્યપૂજકને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

* કાર્યક્રમની રૂપરેખા *

  • – સવારે 8.00 વાગ્યા થી 10 વાગ્યા સુધી ઘોડેસવારી સ્પર્ધા અને
  • – તલવારબાજી સ્પર્ધા.
  • – અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સિલ્વર મેડલ ધો. 10 અને ધો. 12 માં રાજપૂત સમાજ ના વિદ્યાર્થીઓ માં પ્રથમ સ્થાન મેળવનારને દર વર્ષે એનાયત થાય છે. તેનું વિતરણ.
  • – શ્રી ભૂચરમોરી હોર્સ રાઇડિંગ સ્કૂલનું ઉદઘાટન
  • – શ્રી ભૂચરમોરી રાઈફલ શૂટિંગ ક્લબનું ઉદઘાટન
  • – ભૂચરમોરી મહા યુધ્ધના ઇતિહાસને દર્શાવતી ડોક્યુમેંટ્રી
  • કોઈપણ ખેડૂત જમીન વેચે નહીં એવો સામૂહિક સંકલ્પ લેવો
  • – પરિવાર માં કોઈપણ વ્યક્તિ દારૂ કે બીજા વ્યસનો થી સંપૂર્ણ દૂર રહે
  • – એવો સામૂહિક સંકલ્પ લેવો
  • – અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ હોલનું ભૂમિ પૂજન

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.