- આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિતે
- ‘સ્વાવલંબી મહિલા સુખ પરિવાર’ ‘સશકત મહિલા સુરક્ષિત મહિલા’ સહિતના પાંચ જેટલા સંકલ્પોની ઘોષણા કરતા ડો. ભાવના જોશીપુરા
આંતર રાષ્ટ્રીય મહિલા દિનના અનુસંધાને અખિલ હિન્દ મહિલા પરિષદ રાજકોટ શાખા દ્વારા રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોની સ્વાવલંબી મહિલાઓ તેમજ વિવિધ ક્ષેત્રના વ્યવસાય બહેનો અને સ્વૈચ્છિક સંસ્થામાં કાર્યરત મહિલા કાર્યકર્તા બહેનોનો મહા મહિલા મિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને રાજકોટના 45 થી વધારે વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં કરાયેલા સંકલ્પોમાં “સ્વાવલંબી મહિલા સુખી પરિવાર”, “સશક્ત મહિલા સુરક્ષિત મહિલા”, “ટેક વિદુષી (ટેકનોસેવી) ડિજિટલ દીક્ષિત બહેનો”, અને”સુશાસન કૌશલ્ય દ્વારા નિર્ણયમાં હિસ્સેદારી” અને “પર્યાવરણ પ્રહરી બહેનો”સહિતના પાંચ જેટલા સંકલ્પોની ઘોષણા પ્રથમ મહિલા મેયર અને મહિલા પરિષદના પ્રમુખ ડો.ભાવના જોશીપુરા દ્વારા કરવામાં આવી હતી.
અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ ભાવનાબેન જોષીપુરાના અધ્યક્ષસ્થાને આયોજિત આ વિશાળ મહિલા સંમેલનનું ઉદ્ઘધાટ નવી .ડી. પારેખ અંધ મહિલા વિકાસગૃહના ટ્રસ્ટ અને પ્રેરણારૂપ જીવન જીવી રહેલ જયાબેન ઠકરારના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પરિષદના મંત્રી પ્રવિણાબેન જોશી, શોભનાબેન દોશી, રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત હિલર ડો.નિલા શાહ, દીનાબેન મોદી, મહિલા બારના પ્રમુખ રક્ષાબેન ઉપાધ્યાય, હિરલજાની, ચાંદની શિલુ તેમજ ડો.અરુંધતિ દાસાની, યોગના ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત પારુલબેન દેસાઈ અને અપેક્ષા મોદી, લાયન્સ ક્લબ ગોલ્ડના પ્રમુખ રેશમાબહેન સોલંકી, વેલેન્ટિના ઉમરાણીયા, કલ્યાણીબેન વછરાજાની, વર્ષા જૈન,વરિષ્ઠ મહિલા અગ્રણી ઉષાબા જાડેજા, ડો. પૂર્વી સોનેજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.
મહા મહિલા મિલન કાર્યક્રમ સવિશેષ રીતે પોતાના પરિવારની આર્થિક જવાબદારીમા
િ હસ્સેદાર બની અને પરિવાર માટે ઉજાસ પાથરનાર એવી પરિષદના માધ્યમથી સ્વાવલંબી બનેલી બહેનોને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને સવિશેષ રીતે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા તબીબો, આરોગ્ય કર્મીઓ, મહિલા ધારાશાસ્ત્રીઓ, પર્યાવરણના ક્ષેત્રે કાર્યરત તજજ્ઞ, પ્રાધ્યાપક અને સંશોધક બહેનો, ફેમિલી કાઉન્સિલર, યોગ નિષ્ણાત પ્રશિક્ષકો, પ્રાથમિકથી લઈ ઉચ્ચશિક્ષણના ક્ષેત્રે કાર્યરત શિક્ષણવિદો એમ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
રાજકોટ શહેરના 45 જેટલા સ્વૈચ્છિક રીતે કાર્યરત બહેનો દ્વારા ચાલતા વિવિધ મહિલા સ્વાવલંબન કેન્દ્રો તેમજ રાજકોટના આજુબાજુના બેડી ગૌરીદડ, કોઠારીયા, મુંજકા સહિતના ગામોના સ્વાવલંબી બહેનો પોતાના પરંપરાગત જે વસ્ત્રપરિધાનમાં આ મહિલા મિલનમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા .
સમારોહના અધ્યક્ષ સ્થાનેથી ઉદબોદન કરતા ભાવનાબેન જોષીપુરાએ જણાવ્યું હતું કે બેજિંગ ડેકલેરેશનને 30 વર્ષ થયા છે 1995 થી 2025 દરમિયાન અલબત્ત વિશ્વભરમાં ગણના પાત્ર જાગૃતિ ચોક્કસ આવી છે , ભારત વર્ષમાં છેલ્લા 10 વર્ષમાં શૌચાલય સુવિધા, માતૃત્વ રક્ષા, આરોગ્ય સંભાળ સહિતના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી થયેલી છે ત્યારે આ પ્રત્યેક બાબતો સાચા લાભાર્થીઓ પાસે પહોંચેતે અર્થે મહિલા કાર્યકર્તાઓની ખાસ જવાબદારી છે.
રાજકોટ શહેરમાં વિસ્તાર વિકાસ પ્રવૃત્તિના માધ્યમથી મહિલાઓને સ્વાવલંબી બનાવી અને પરિવારમાં આર્થિક સમૃદ્ધિ અને સક્ષમતાની જ્યોત વધુ પ્રજ્વલિત બને તે માટેના પ્રયત્નો 25 બહેનોથી તેની શરૂઆત કરવામાં આવી હતી અને આજે 35,000 કરતાં વધારે બહેનો વ્યવસાયગત કૌશલ્યથી સભ્ય બનેલ છે અને પોતાના પરિવારનું આર્થિક ગુજરાન ચલાવવામાં મહત્વ પૂર્ણ ફાળો આપી રહેલ છે સાથો સાથ આ બહેનો પોતાની પાસે પડેલ હુન્નર તેમજ હસ્તકલાના ક્ષેત્રમાં વ્યવસાયગત સભ્યતા પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે એટલું જ નહીં પરંતુ દિલ્હી વગેરે સ્થાન ઉપર જ્યારે રાષ્ટ્રીય કક્ષાના મેલા આયોજિત થાય છે ત્યાર ેરાજકોટના આ બહેનો પોતાની કલા રાષ્ટ્રીય કક્ષાએ મૂકે છે ત્યારે ખૂબ જ પ્રશંસા મેળવે છે.