Abtak Media Google News

અક્ષય કુમાર સ્ટાર શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સીઝન-૫ સપ્ટેમ્બરથી સ્ટાર પ્લસ પર પ્રસારીત કરવામાં આવશે. આ શોમાં અક્ષય કુમાર જજ નહિ પરંતુ સુપર બોસના ‚પમાં નજર આવશે. હાલઆ સીઝનનો પહેલો પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે. જેમાં અક્ષય કુમાર એક અલગ જ અંદાજમાં જોવા મળે છે. આ પ્રોમોમાં અક્ષય કુમારને પ્રેગનેટ બતાવામાં આવ્યો છે. આ પ્રોમોને કોમેડીની રીતે શુટ કરવામાં આવ્યો છે. આ શો થી અક્ષય કુમાર નાના પડદા પર કમબેક કરશે. આ પ્રોમોને અક્ષયે પોતાના ટ્વિટ અકાઉન્ટ પરથી શેર કર્યો છે. અને કેપ્શનમાં લખ્યુ છે કે ‘દુનિયા’ યે સોચ રહી હૈ કી યહ અજુબા કેસે હુઆ ’

અક્ષયના શો થી મશહુર ગુલાટી એટલે કે સુનીલ ગ્રોવર પણ કમબેક કરશે. ‘ખતરો કે ખીલાડી ’ અને ‘ડેર ટુ ડાન્સ’ પછી આ શો પછી અક્ષય ટીવી પર કમબેક કરશેે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.