Abtak Media Google News

ખેડે તેની નહીં મારે તેની જમીન….

બે-ભાઇ વચ્ચે પ૦૦ વારના પ્લોટના વિવાદમાં સમાધાન કરાવવા આવેલી બહેનને બે-ભાઇ અને ભત્રીજાએ માર માર્યો

અંગ્રેજ સરકાર વખતે આલાબાઇને દારૂની પરમીટ આપવામાં આવી હતી. આલાબાઇ આ જમીન ઉપર દારૂ ના ભઠ્ઠા ચલાવતા હોવાથી આ જમીન આલાબાઇની ભઠ્ઠા તરીકે ઓળખાય છે. ભારત આઝાદ થતા ઘર ખેડનો કાયદો આવેલા અને અર્બન સીલીંગ લેન્ડ અને એગ્રી કલ્ચર સીલીંગ લેન્ડ કાયદો અમલમાં આવેલો તેમાં ખેડે તેની જમીન ત્યારે આલાભાઇના ભઠ્ઠાની જમીનમાં ઉલ્ટી ગંગા જોવા મળી છે. મારે તેની  જમીન તેઓ ઘાટ જોવા મળ્યો છે.

શહેરના મઘ્યે આવેલી અને સોનાની લગડી જેવી આલાબાઇની જમીનનો સાત દાયકા બાદ વિવાદનો કેડો મૂકતો નથી. આ જમીનમાં મોટા ગજાના જમીનના ધંધાર્થી રાજયના પૂર્વ નાણામંત્રી અને પોરબંદરના જમીન માફીયા સહિત અનેક ભૂમાફીયઓએ આલાબાઇના ભઠ્ઠાની જમીન પર ધુસણખોરી કર્યા છતાં આ જમીન કોઇ ફાવ્યા નથી.

આલાબાઇના ભઠ્ઠાની જમીનના બની બેઠેલા અનેક માલિકો માલિકી સાબીત કરવા પાંચ પાંચ દાયકાથ સીવીલ કોર્ટમાં પગથીયા ધસી નાખ્યા છતાં નિર્ણય આવ્યો છે.

જામનગર શહેરના ખોજાના નાકે મચ્છી પીઠ હાજીપીરનો ચોકમાં રહેતા ફરીદાબેન હનીફભાઇ ભુઁગણીયા નામના સુમરાને ભાઇ હારૂન  ખીરાણી તેનો ભાઇ ફિરોજ ખીરાણી અને તેનો પુત્ર અફજલ હારૂન ખીરાણી સહિત ત્રણ શખ્સોએ ફરીદાબેન ભુંગણીયા, પતિ હારૂનભાઇ અને ભાઇ આસ્તફભાઇ નેજમીનમાં નાખેલા પતરા કાઢી નાખવાનું સમજાવતા જે અંગે બન્ને વચ્ચે થયેલી બોલાચાલીમાં પિતા-પુત્ર અને ભાઇ સતત ત્રણેય માર માર્યાનું ફરીયાદમાં જણાવ્યું છે.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે દાના પાનીના બાજુમાં આવેલા પ૦૦ વારના પ્લોટ બાબતે ફરીયાદીના ભાઇ નિઝામ અને હારૂ નને ભાગ બાબતે  સિવીલમાં દાવો દાખલ હોય અને જેનો કેસ ચાલુ છે. ફરીયાદી ફરીદાબેન અને તેના પતિ હનીફભાઇ ભાગ બાબતે સમજાવવા રાજકોટ આવેલા ત્યારે હારૂ નનો પુત્ર અફઝલ અને ભાઇ ફિરોઝ નિઝામની જગ્યામાં પતરા નાખી દીધેલ હોય જેથી તેને સમજાવવા ગયેલ ત્યારે ભત્રીજો અફઝલ, ભાઇ હારૂ ન અને ફિરોજે માર માર્યાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.