Abtak Media Google News

ભારતીય હવામાન વિભાગે અલનીનોનો છેદ ઉડાળતા કહ્યું છે કે, ચોમાસુ સામાન્ય રહેશે. હવામાન વિભાગના ચોમાસા બાબતના હકારાત્મક અંદાજના કારણે ખેડૂતો માટે આનંદના સમાચાર મળ્યા છે. અગાઉ એમ કહેવાઈ રહ્યું હતું કે, અલનીનોના કારણે ચોમાસુ નબળુ રહેવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગે આ આગાહી સામે કહ્યું હતું કે, અલનીનો પર પુરતો ભરોસો રાખી શકાય નહીં. હજુ ોડા સમય બાદ જ ચોમાસાની અસરકારક આગાહી ઈ શકે.

હવામાન વિભાગે ચોમાસાના એક મહત્વના અંદાજમાં કહ્યું છે કે, લોંગ પીરીયડ એવરેજની ગણતરી પ્રમાણે ચોમાસુ ૯૬ ટકા આસપાસ રહે તેવી સંભાવના છે. સામાન્ય રીતે ૯૬ ી ૧૦૪ ટકા વચ્ચે પડતો વરસાદ સામાન્ય ગણવામાં આવે છે. હવામાન વિભાગના મુખ્ય અધિકારી કે.જે.રમેશે વધુમાં ઉમેર્યું હતું કે, અલગ અલગ જગ્યાએ પડતો વરસાદ પણ સારો એવો રહેશે. અને જેના કારણે ખેતીને પણ સારી અસર શે. ટૂંક સમયમાં હવામાન વિભાગ ચોમાસાની વધુ વિગતો પણ બહાર પાડવાનું છે. આ સો કહેવામાં આવ્યું છે કે, ચોમાસુ ૧૦૦ ટકા આસપાસ રહેવાની સંભાવના ૩૮ ટકા જેટલી છે. જો કે, હજુ એકાદ મહિના બાદ જ આ બાબતે સચોટ વિગતો મળી શકશે. બીજી તરફ અલનીનોની અસર વધવાની સંભાવના ૪૦ ટકા જેટલી ઘટી છે. જેના પરિણામે ચોમાસુ વધુ મજબૂત રહેશે. હાલના અંદાજ પ્રમાણે ચોમાસાનું આગમન ૧લી જૂની ઈ જાય તેવો પણ એક અંદાજ છે.

જો ચોમાસુ સામાન્ય રહેશે તો ખેત ઉત્પાદનમાં ૪.૨ ટકા જેટલો વધારો વાની સંભાવના છે. ૨૦૧૬-૧૭માં ખેત ઉત્પાદન અંદાજીત ૨૭૨ મીલીયન ટન જેટલું રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ગત મહિને એક ખાનગી હવામાન કંપની સ્કાયમેટે કહ્યું હતું કે, ભારતમાં ચોમાસુ સામાન્ય કરતા પણ નબળુ રહેવાનું છે. જો કે, હવામાન વિભાગે આ આગાહીમાં ખામી શોધી કહ્યું હતું કે, સ્કાયમેટના અંદાજમાં ભુલ હોવાી ચોમાસુ ૯૬ ટકા આસપાસ રહેવાનું છે. એટલે કે, ચોમાસુ સામાન્ય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.