Abtak Media Google News

ગોખલામાં પ્લાસ્ટીકની કોથળીમાં વીટાળીને છુપાવેલો મોબાઈલ મળી આવતા જેલ તંત્ર એલર્ટ

જુનાગઢ જિલ્લા માંથી વધુ એક મોબાઈલ બેરેકના સંડાસના ગોખલામાં પ્લાસ્ટીકની કોથળીમાં વિટાળીને સંતાડીને રાખેલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે, તથા જેલમાં પ્રતિબંધિત એવો મોબાઈલ ક્યાંથી ? ક્યારે ? અને કોના દ્વારા આવ્યો ? તે સહિતની બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.   જૂનાગઢની જીલ્લા જેલમાં રહેલ આરોપીઓ રોહિત બાબુભાઈ માંજરીયા, નરેશ ખીમજીભાઈ ભજગોતર તથા સંજય અમરશીભાઈ રાયકા એ બેરેકના સંડાસના ગોખલામાં પ્લાસ્ટીકની કોથળીમાં વિટાળીને સંતાડીને રાખેલ મોબાઈલ ફોન જડતિ દરમ્યાન મળી આવતા,જેલ સહાયક કિરીટસિંહ ભરતભાઈ એ જુનાગઢ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જુનાગઢની જેલમાં પ્રતિબંધિત એવો મોબાઈલ ક્યાંથી, ક્યારે અને કોના દ્વારા આવ્યો ? તે સહિતની બાબતે  એ ડીવી. પો.સ.ઇ. વી.આર.ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.