Abtak Media Google News

દીવ જવાના હોય તો ખાસ ધ્યાન રાખજો,
આ ત્રણ દિવસ નહિ થઈ શકે ‘છાંટાપાણી’

પિકનિક પ્લેસ તરીકે દીવ ઘણો સારો ઓપ્શન છે. અહીં તમને માણવા લાયક બધો મસાલો મળી રહેશે. અરબની ખાડીમાં વસેલો નાનકડો દ્વીપ દેશની સાત કેન્દ્રશાસિત પ્રદેશોમાંનો દમણ અને દીવનું નાનકડું શહેર છે. અહીં ત્રણ ફેમસ બીચ છે – નાગોઆ બીચ, ઘોઘલા બીચ અને જલંદર બીચ. આ બીચ પર તમે પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગ વગેરે માણી શકો છો.

દીવમાં જોવાલાયક અનેક સ્થળો છે જેમાં ગંગેશ્વર મંદિર, સી-શેલ મ્યુઝિયમ અને ખુકરી મેમોરિયલ તો તેમાનું  ખાસ છે. દીવના નાગોઆ બીચ પાસે બનેલા સી-શેલ મ્યુઝિયમમાં તમે જાત-જાતના શંખ-છીપ જોઇ શકો છો. આમ તો આ વિશ્વનું પહેલું એવું મ્યુઝિયમ ગણાય છે જ્યાં સમુદ્રમાં મળી આવતા શંખ અને છીપલાને મેગ્નીફાઇંગ ગ્લાસ નીચે રાખવામાં આવ્યા છે.

ગુજરાતીઓ છાશવારે દીવ, દમણમાં ફરવા ઉપડી જતા હોય છે. તેમના મોટાભાગનાઓનું કારણ ફરવુ નહિ પણ દારૂ હોય છે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દારૂમુક્તિ છે. ગુજરાતનો મોટો વર્ગ દારૂ પીવા દીવમાં જતો હોય છે. ત્યારે જ આજથી ત્રણ દિવસ દીવ જવાના હોય તો પ્લાન કેન્સલ કરી નાંખજો. કારણ કે દીવમાં ત્રણ દિવસ દારૂબંધી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં 5 જુલાઈથી 8 જુલાઈ સુધી આલ્કોહોલિક પીણાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવ મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.