Abtak Media Google News

રાજકોટ, મુળી, કચ્છ અને ભાણવડના બુટલેગરનો લાખોનો દારૂ પોલીસે ઝડપી લેતા થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા શરાબ શોખીનોને વાઈન શોપ પર ધસારો

લીકર પરમીટ રિન્યુની છુટ મળતા તબીયત બગડેલાઓની તબીયતમાં થયો સુધારો

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી શરાબ સાથે કરવાના શોખીનોને વિદેશી દારૂની બોટલ મેળવવી મુશ્કેલ બની છે. ત્યારે વાઈન શોપ પર લીકર પરમીટ ધારકો માટે દારૂની રેલમછેલ જેવી સ્થિતિ છે.

તબીયતના બ્હાના હેઠળ લીકર પરમીટ ધારકોની તાજેતરમાં જ પરમીટ રિન્યુની પરવાનગી મળતા તબીયત બગડેલાઓ માટે દારૂની રેલમછેલ થઈ ગઈ છે. ત્યારે રાજકોટ, મુડી, કચ્છ અને ભાણવડ પોલીસે બુટલેગરો પર ધોંસ બોલાવી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી લેતા શરાબ શોખીનોને એક બોટલ મેળવવી પણ મુશ્કેલી બની જતાં દારૂડીયાઓની પોલીસે તબીયત બગાડી નાખી છે.

શહેરના ભગવતીપરા વિસ્તારમાંથી પોલીસે ૫૭૭૨ બોટલ વિદેશી દારૂનો જંગી જથ્થો પોલીસે ઝડપી લીધો છે. ગતરાત્રે સુરેન્દ્રનગર પોલીસે ચાર સ્થળે વિદેશી દારૂ અંગે દરોડા પાડી મુડી પંથકના ત્રણ બુટલેગરોનો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે. ભાણવડમાં પણ દોઢેક લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે તે જ રીતે કચ્છ પોલીસે પણ વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.

બુટલેગરો પર પોલીસની ધોસના કારણે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે શરાબ શોખીનોને દારૂની બોટલ મેળવવા દોડધામ થઈ ગઈ છે ત્યારે વાઈન શોપ પર એકાએક દારૂનું વેંચાણ વધી ગયું છે. શહેરના વાઈન શોપમાં માંગો તે બ્રાન્ડની બોટલો મળી રહેતી હોવાથી તબીયત બગડેલાઓ માટે દારૂની રેલમછેલ થઈ ગઈ છે. ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે દારૂડીયાઓની તબીયત બગડી ગયા જેવી સ્થિતિ થઈ છે.

લાંબા સમયથી લીકર પરમીટ રિન્યુ થતી ન હતી અને તાજેતરમાં જ એટલે કે ૩૧ ડિસેમ્બર પુર્વે જ લીકર પરમીટ રિન્યુ થવાની નશાબંધી ખાતા દ્વારા મળેલી છુટના બદલે તબીયત બગડેલાઓની તબીયતમાં સુધારો થાય તે રીતે દારૂની રેલમછેલ થઇ રહી છે.

પીને વાલે કો પીને કા બહાના મીલના ચાહીયે. એ રીતે ૩૧ ડિસેમ્બર એટલે ફાર્મ હાઉસ અને હોટલોમાં દારૂની મહેફીલ યોજી પાર્ટીને રંગીન બનાવવા શરાબ શોખીનોનો શોખ પુરો ન થાય તેવી સ્થિતી સર્જાય છે બીજી તરફ વાઇન શોપમાં દારૂનો ઉપાડ વધી ગયો છે પરમીટ ધારકો જ ૩૧ ડિસેમ્બરનો ફાયદો ઉટઠાવી પોતાના નામે મેળવેલી બોટલ શરાબ શોખીનોને આપી દેતા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.