જામકલ્યાણપુરના ટીડીઓની નિવૃતિના દિવસે દારૂ પાર્ટી: વીડિયો વાયરલ

તાલુકા વિકાસ અધિકારી પણ વીડિયોમાં દારૂ પીતા દેખાય છે

જામ કલ્યાણપુર તાલુકાના મસ્ત મોજી ઝઉઘ સુરેશ મેણાત ના નિવૃત્તિના દિવસે  સોમરસ પાન કરતો વીડિયો વાયરલ થયો છે. કલ્યાણપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સુરેશ મેણાત સતત વિવાદો  થી ઘેરાયાએલ રહેલ છે .નાગરિકો ને જેમતેમ બોલવું,ઓફીસ માં ધૂમ્રપાન કરવું. મન ફાવે તેમ ઓફીસ માં વર્તન કરવું વગેરે લાંછન તેના પર લાગેલા છે

વધુ એક લાંછન એ લાગ્યું છે કે તેઓના નિવૃત્તિના દિવસે કોઈ વ્યક્તિ દ્વારા પૂર્વ આયોજિત આયોજન કરી દારૂની મહેફિલ માણતા હોય એવો વિડીયો વાયરલ કરતા સરકારી કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જો કે, આ વીડિયોમાં તાલુકા વિકાસ અધિકારી રીતસર દારૂના જામ મારતા હોય પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. જેની આ વિડીયોમાં અન્ય પણ એક વ્યક્તિ દારૂની મોજ માણવાની વાતો કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

આમ ટીડીઓના નિવૃત્તના દિવસે દારૂની મોજ માણતાનો વિડીયો વાયરલ થતા જિલ્લાભરના અધિકારીઓમાં ભારે હડકંપ મચી ગયો હતો. જોકે આ વીડિયો ક્યારનો છે તે કોઈ સ્પષ્ટ થયું નથી. પરંતુ તાલુકા વિકાસ અધિકારી સાથે અન્ય શખ્સ દારૂની મહેફિલમાં મસ્ત થઈ ગયો હોવાનું જોવા મળી રહ્યું છે.

આ સમગ્ર મામલો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા હાલ પોલીસે આ વિડીયોના આધારે આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં જોવાનું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી દારૂ પિતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે  સંબંધિત તંત્ર આ બાબતે તતષ્ઠ તાપસ કરશે કે આવ ભાઈ હરખા આપણે બંને સરખા જેવું થશે.