આલિયા ભટ્ટ ૨૪ની થઈ: બોલીવૂડે ટિવટ્ટર પર કહ્યું: હેપ્પી બર્થ ડે

Alia bhatt | bollywood | entertainment

બદરીનાથ કી દુલ્હનિયાની વૈદેહીનો સીતારો અત્યારે બુલંદ છે

મુંબઈ: બોલીવૂડની યુવા અભિનેત્રી આલિયા ભટ્ટ ૨૪ વર્ષની થઈ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રજૂ થયેલી આલિયાની ફિલ્મ બદરીનાથ કી દૂલ્હનિયા બોસ ઓફીસ પર સારો બિઝનેશ કરી રહી છે.

સમસ્ત બોલીવૂડે ટિવટર પર આલિયા ભટ્ટને બર્થ ડેની શુભેચ્છા આપી હતી. આલિયાને શુભેચ્છા આપનારાઓમાં કરન જોહર, સુશાંત સિંઘ રાજપૂત, હુમા કુરેશી, વિવેક ઓબેરોય, હુતિક રોશન તથા અન્યો સામેલ છે.

પપ્પા મહેશ ભટ્ટે બેટી આલિયાને સ્પેશ્યલ બર્થ ડે વિશ કર્યું હતુ. આલિયા મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની પુત્રી છે. બાદશાહ, હુમા કુરેશી, રણદીપ હૂડા, આમીર ખાન વ‚ણ ધવન, સિધ્ધાર્થ મલ્હોત્રા વિગેરેએ પણ આલિયાને બર્થ ડેની શુભકામના આપી હતી.

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટનો સીતારો અ્ત્યારે બુલંદ છે કપૂર એન્ડ સન્સ, ઉડતા પંજાબ, ડીઅર જીંદગી અને હવે બદરીનાથ કી દૂલ્હનિયામાં તેનો રોલ વખણાયો છે. ઉડતા પંજાબ માટે તો તેને એવોર્ડ પણ મળ્યો હતો. આલિયા ભટ્ટે બર્થ ડે પાર્ટી પોતાના ઘરે જ રાખી હતી જો કે તેમાં અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રા સિવાય કોઈ જોવા મળ્યું ન હતુ આલિયા સિધ્ધાર્થને ડેટ કરે છે. તે જાણીતી વાત છે. તેમણે પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં સાથષ કામ કર્યું હતુ.

  • આલિયાની આગામી ફિલ્મો
  • ૧) ડ્રેગન -રણબીર કપૂર ૨) ગુલ્લી બોય- રણવીર સિંઘ
  • આલિયાએ પોતાને ગિફટ આપી આલિયાએ પોતાને જ એક કેટ ગિફટ કરી જેનું નામ એડવર્ડ રાખ્યું છે.