Abtak Media Google News

6 ફૂટ પહોળા બે ફૂટ લાંબા તાળાનું વજન છેે 300 કિલો

તાળુ ખોલવા માટે ય બે જણાની જરૂર પડશે

તાળાનું નામ પડે એટલે અલીગઢનું નામ આવી જાય. અલીગઢમાં વર્ષોથી તાળાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે. વર્ષોથી તાળા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક દંપતીએ વિશ્ર્વનું સૌથી મોટું તાળુ બનાવવાનું કામ હાથ ધર્યું છે. છ ફૂટથી વધુ પહોળુ અને બે ફૂટથી વધુ લાંબુ આ તાળા બન્યા બાદ તેનું વજન 300 કિલો હશે તેને ખોલવા માટે પણ બે જણાની જરૂર પડશે !!

ઉત્તર પ્રદેશનું અલીગઢ શહેર દેશ અને દુનિયામાં તાળા માટે પ્રખ્યાત છે. વર્ષોથી અહી નાના બે ઈંચથી માંડીને મોટા મોટા તાળા બનાવવામાં આવે છે.અહી વર્ષોથી તાળા બને છે. તાળા બનાવવાનો ગૃહઉદ્યોગ છે અહી તાળા ઉપરાંત જેલમાં કેદીઓ માટે વપરાતી હાથકડી પણ બનાવવામાં આવે છે અને અતિ આધુનિક તાળા પણ બનાવવામાં આવે છે.

અલીગઢમાં રહેતા અને વર્ષોથી તાળા બનાવવા એક દંપતીએ વિશ્ર્વમાં સૌથી મોટું તાળુ બનાવવા સંકલ્પ કર્યો છે. અને આ માટે કામગીરી કરી રહ્યો છે. વૃધ્ધ દંપતી સાથે પરિવારજનો પણ આ તાળા બનાવવામાં સહયોગ મળી રહ્યો છે.

સત્યપ્રકાશ શર્મા અને તેના પત્ની રૂક્ષ્મણી શર્મા સાથે તેમના સંતાનો તથા સગાપણ આ તાળુ બનાવવમાં મદદ કરી રહ્યા છે.

6.2 ફૂટ લાંબુ અને 2.9 ફૂટ પહોળુ તાળુ બનાવવા લોખંડ સાથે પિતળનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. તાળુ બાવવા માટે એક લાખનો ખર્ચ થશે હાલ આ તાળાની કામગીરી ચાલી રહી છે. 10 લીવરવાળા આ તાળામાં 60 કિલો પિતળનો ઉપયોગ કરાયો છે. તમને એ જણાવીએ કે તાળા ઉદ્યોગના કારણે જ અલીગઢને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. ઉત્તર પ્રદેશ સરકારની યોજના ‘વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ’ હેઠળ અલીગઢને તાળા ઉદ્યોગ માટે પ્રસંદ કરાયું છે.

તાળુ બનાવનાર સત્યપ્રકાશ શું કહે છે?

વિશ્ર્વનું સૌથી મોટુ તાળુ બનાવી રહેલા સત્યપ્રકાશ શર્મા કહે છેકે મે નાનપણથી જ પરંપરા ગત રીતે તાળા બનાવવાનું શરૂ કર્યું હતુ. બાળપણથી જ મને એવી અપેક્ષા હતા કે એવું કંઈક કરૂ કે જેથી મારૂ અને મારા ‘અલીગઢ’ શહેરનું નામ રોશન થાય એટલે મે આ વિશ્ર્વના સૌથીમોટા તાળાને બનાવવાનો નિર્ણય કર્યો છે.શરૂઆતનાં તબકકે થોડી નાણાભીડ વતાતી હતી પણ હવે આર્થિક સહયોગ મળી રહ્યો છે.

સમય મળે તો બીજુ તાળુ પણ બનાવવાની ઈચ્છા

સત્ય પ્રકાશ જણાવે છેકે હું હજી બીજાુ સૌથી મોટુ તાળુનાવવા માટે પ્રયાસ કરી રહ્યો છું સમય મળ્યે બીજાુ તાળુ પણ બનાવીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.