Abtak Media Google News

તમામ વિકાસ કામોને ધ્યાને લઇ પૂરતું ભંડોળ પણ આપશે

 

અબતક, નવીદિલ્હી

કોઈપણ દેશના વિકાસ માટે સૌપ્રથમ ગામડું , જિલ્લો અને રાજ્યનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એ વાતની તાકીદ કરતા જણાવ્યું છે કે ભારતની દરેક નગરપાલિકાઓને પૂરતા માત્રામાં ભંડોળ પૂરું કરવામાં આવે જેથી દરેક પાયાની સુવિધાઓ મળી રહે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા હેઠળ 6 નગરપાલિકાઓ આવે છે. ત્યારે તમામ નગરપાલિકાઓમાં પાયાની સુવિધા જેવી કે લોક ઉપયોગી ચીજ વસ્તુઓ સારી એમિનિટીસ, સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિ સહિત અનેક પરિપેક્ષમાં નગરપાલિકા દ્વારા યોગ્ય વિકાસ થાય તે માટે સરકાર જરૂરી તમામ આ પ્રકારે ભંડોળ પુરું પાડશે.

કઈ તરફ સૌથી મોટી વાત તો એ છે કે રાજ્યના આર્થિક વિકાસમાં નગરપાલિકાનો યોગદાન પણ એટલો જ અનેરૂ છે ત્યારે પ્રશાસન સાથે લોકોમાં પારદર્શકતા આવે તેને ધ્યાને લઈને પણ આવનારા સમયમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારે પગલાઓ લેવામાં આવશે એટલું જ નહીં સુચારું આયોજન માટે યોગ્ય રિસોર્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તો નવાઈ નહીં. સૌથી મોટી વાત તો એ છે કે જો આ તમામ નગરપાલિકાઓને આર્થિક રીતે સમૃદ્ધ અને સરળ બનાવવામાં આવશે તો તેઓ વિકાસકાર્યો ઝડપભેર પૂર્ણ કરી શકશે અને તેનો સીધો ફાયદો દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ જોવા મળશે. કોરોના ની કપરી પરિસ્થિતિમાં પણ જે રીતે નગરપાલિકા અને પંચાયત દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેનાથી ઘણો સુધારો પણ જોવા મળ્યો છે ગોવિંદ પ્રોટોકોલને ધ્યાને લઈ ચુસ્ત વ્યવસ્થા ગામડાઓમાં જોવા મળી હતી જેના પગલે જે રીતે કોવિડ માં મૃત્યુ આંક વઘ્યો હતો તે ગામડાઓમાં જોવા મળ્યો નથી. સૌથી મોટું કારણ ગામડાઓની સુચારુ વ્યવસ્થા છે ત્યારે આગામી સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને તાકીદ કરતાં જણાવ્યું છે કે નગરપાલિકાના વિકાસ માટે નગરપાલિકાઓને પૂરતું ભંડોળ આપવું ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે તો જ વિકાસના દ્વાર ખુલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.