Abtak Media Google News
શ્રી ગુર્જર ક્ષત્રિય સેવા સમાજ તથા જ્ઞાતિ મંડળ બાલંભા દ્વારા આયોજીત અને લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ તથા જી.જી.હોસ્પિટલ જામનગરના સિટી મોબાઇલ યુનિટના સહકારથી બાલંભા મુકામે આજ રોજ  સવારે ૦૯ કલાકે બાલંભા તાલુકા શાળા નાં પટાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
20180225 105132આ કેમ્પમાં દેશ વિદેશના જુદા જુદા રોગના ૨૦ જેટલા યુવાન તબીબ નિષ્ણાતો દ્વારા નિદાન કરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ જેમાં હજારો દદી ને સારવાર આપવામાં આવેલ આ કાર્યક્રમ માં  અતિથિ વિશેષ તરીકે  ઉદાસી આશ્રમ બાલંભા ના સંતશ્રી હરીદાસબાપુ ઉપસ્થિતિ રહી ને કેમ્પનો પ્રારંભ કરવામાં  આવ્યો હતો ગામના સરપંચ શ્રી રમાબેન ઇશ્વરભાઇ ખોલ્યા ઉપ સરપંચ શ્રી કાંતિલાલ તેમજ્ સમાજ ના આગેવાન  પ્રમુખશ્રી ગુર્જર ક્ષત્રિય સેવા સમાજ બાલંભા જગમોહનભાઈ સોલંકી, મેનેજીંગ ટ્રસ્ટી નરશીભાઇ સવાણી, પ્રમુખશ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ મંડળ બાલંભા બેચરભાઈ જાદવ, સેવા સમાજ મંત્રી જાદવજીભાઈ રાઘવાણી, જ્ઞાતિ મંડળ મંત્રી દિનેશભાઇ પરમાર, કાંતિભાઈ રામપરીયા, ચેતનભાઇ ચોથાણી,કાંતિભાઈ પરમાર, જીવરાજભાઈ ચોથાણી, શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના યુવાનો અને બહેનો ઉપસ્થિત રહીને કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
મનુષ્યને થતા રોગોને તદ્દન નિઃશુલ્ક સારવાર આપવામાં આવેલી સર્વ  રોગ નિદાન કેમ્પ માં  કાન નાક ગળા હદય જેવા અનેક રોગના નિષ્ણાંતો દ્વારા રિપોર્ટ કરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમા ગામના તમામ વર્ગના ખેડૂતો મહિલાઓ વિદ્યાર્થીઓ બાળકો એ સારવારનો લાભ લઇ સહભાગી થયા હતા. આ કેમ્પમાં તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવા માટે ગામના જ રહેતા યુવાનો મહિલાઓ દ્વારા આવેલ દર્દીઓને જમવા બેસવાના પાણી જેવી અને વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી જેથી કરીને દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે થઈને યુવાનોની ટીમ  ખડે રહીને દર્દીઓને સારવાર આપવામાં  સફળ રહ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.