Abtak Media Google News
  • કચ્છના ગેમઝોન તપાસ તેમજ સંચાલન મુદે સમીક્ષા બેઠક

જિલ્લા કલેક્ટર  અમિત અરોરાના અધ્યક્ષસ્થાને  કલેક્ટર ઓફિસ ખાતે કચ્છ જિલ્લામાં આવેલા ગેમઝોનના સંચાલન સંબંધે તકેદારી રાખવા તેમજ તપાસ કરવા બાબતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ કચ્છ જિલ્લામાં આવેલા તમામ ગેમઝોનની ચકાસણી કરવા માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં તમામ પ્રાંત અધિકારીઓને ગેમ ઝોનની ચકાસણી માટે નોડલ અધિકારી  તરીકે જવાબદારી આપવામાં આવી છે. નાયબ મામલતદાર, પોલીસ, નગરપાલિકા, પીજીવીસીએલ એમ વિવિધ વિભાગોની સંયુક્ત રીતે ટીમો બનાવવામાં આવી છે. આ ટીમ કચ્છમાં આવેલા તમામ ગેમ ઝોન સરકારના નિયમોનુસાર છે કે નહીં તેની ચકાસણી કરીને જિલ્લા કલેક્ટર સમક્ષ અહેવાલ રજૂ કરશે. રાજ્ય સરકારની સૂચનાનુસાર અને સંબંધિત નિયમોનુસાર આ ટીમો દ્વારા કાર્યવાહી પણ કરાશે.

જિલ્લા કલેક્ટરઅમિત અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર કચ્છમાં વહીવટીતંત્રની ટીમો દ્વારા ગેમઝોનમાં ફાયર એન.ઓ.સી, વિકાસ પરવાનગી અને ઈન્ટર વાયરીંગ સહિત બાંધકામ મંજૂરીની તપાસ કરવામાં આવશે.

કચ્છ બોર્ડર રેન્જ આઈ.જી.  ચિરાગ કોરડીયાએ આ બેઠકમાં અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ફાયર એન.ઓ.સી સહિત વિવિધ પરમિશનની બારીકાઈથી તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે. ગેમ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત બચાવ માટે ઉપલબ્ધ વ્યવસ્થાઓ તપાસવા રેન્જ આઈજીએ તાકીદ કરી હતી.

નિવાસી અધિક કલેક્ટર  મિતેશ પંડ્યાએ ઉપસ્થિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓને તપાસ ટીમો દ્વારા કામગીરી સુચારુ રીતે થાય તે દિશામાં યોગ્ય રીતે મોનિટરીંગ કરવા સૂચન કર્યું હતું.

આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય)ના કાર્યપાલક ઈજનેર વી.એન. વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેરશ્રી એમ.જે. ઠાકોર, તમામ પ્રાંત અધિકારીઓ, તમામ મામલતદારઓ, નાયબ પોલીસ અધિક્ષક ભુજ અને નાયબ પોલીસ અધિક્ષક  ગાંધીધામ, ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સર્વે ચીફ ઓફિસરઓ સહિત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.