Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૧૦મી ડિસેમ્બરથી ઓફલાઇન પરીક્ષા લેશે

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈને જીટીયુ અને ગુજરાત યુનિવર્સિટીએ તમામ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયની અસર રાજ્યના ૪.૫૦ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને થશે. અને હવે આવનારા સમયમાં જ્યારે પણ પરીક્ષા લેવામાં આવશે ત્યારે ઓફલાઇન જ પરીક્ષા લેવામાં આવશે.

આગામી તારીખ ૧૦મીથી જીટીયુની પરીક્ષા ૩૫૦ કેન્દ્રો પર શરૂ થવાની હતી જ્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ૮મી ડિસેમ્બરથી શરૂ થનારી હતી. જોકે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ વધતા બંને યુનિવર્સિટી દ્વારા આ તમામ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જીટીયું દ્વારા પરીક્ષાને લઈને એક મીટીંગ મળી હતી જેમાં વિવિધ ડિપાર્ટમેન્ટના હેડ અને ડિન ઉપસ્થિત રહ્યા હતા. જો કે અંતે મહામારીના કારણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો હતો અને હાલ પૂરતી પરીક્ષા અચોક્કસ મુદત સુધી સ્થગિત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધારે હોય બંને યુનિવર્સિટી દ્વારા હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૧૦મી ડિસેમ્બરથી જ પરીક્ષા ઓફલાઇન લેવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.