- ઓલ ઇન્ડિયા CAનું પરિણામ જાહેર
- અમદાવાદની દીકરી રિયા શાહનો ભારતમાં ડંકો
- રીયા 83.50 ટકા સાથે રાજ્યમાં પ્રથમ અને દેશમાં બીજા ક્રમાંકે આવી
ઓલ ઇન્ડિયા CAનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની વિદ્યાર્થીની રિયા શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી છે.
ઓલ ઇન્ડિયા CAનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની વિદ્યાર્થીની રિયા શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી છે. તેમજ રિયા શાહ 83.50 % સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે અને ભારતમાં બીજા ક્રમાંકે આવી છે. આ દરમિયાન નોંધનીય છે કે, ઓલ ઇન્ડિયા CAનું પરિણામ 13.45 % આવ્યું છે.
દેશને મળ્યા 11,500 નવા CA
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાએ આજે ICAI CA ફાઈનલ પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં આ પરિણામથી દેશને 11500 નવા CA મળ્યા છે. તેમજ હૈદરાબાદના હરમ્બ મહેશ્વરી અને તિરુપતિના ઋષભ ઓસટવાલે સંયુક્ત રીતે ટોપ થ્રીમાં પ્રથમ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ બંનેએ 84.67 % માર્ક્સ મેળવ્યા છે. જ્યારે બીજા ક્રમે અમદાવાદની રિયા શાહે 83.50 % અને ત્રીજા ક્રમે આવેલી કોલકાતાની કિંજલ અજમેરાએ 82.17 % મેળવ્યા છે.
પરિણામથી રિયા ખુશ
CAના પરિણામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવ્યા બાદ રિયા શાહે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પરીક્ષાના સમયે મારી તબિયત સારી નહોતી પણ પરિવારની હિંમતથી પરીક્ષા આપી ખૂબ મહેનત કર્યા બાદ આજે પરિણામ મળતાં ખુશી છે.
નવેમ્બરમાં પરીક્ષા યોજાઈ
નવેમ્બરમાં યોજાયેલી પરીક્ષામાં ગ્રુપમાં 66,987 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 11,253 એટલે કે 16.8 % ઉમેદાવારો પાસ થયા હતા. તેમજ જ્યારે બીજા ગ્રુપના 49,459 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 10,566 ઉમેદવારો સફળ થયા હતા. એટલે કે 21.36 % પાસ થયા છે. તેમજ બંને ગ્રૂપમાં ઉપસ્થિત 13.44 % વિદ્યાર્થીઓ પાસ થયા હતા, આ માટે 30763 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 4134 વિદ્યાર્થીઓ સફળ થયા હતા.