Abtak Media Google News

ઘઉં ચણાની 40-40 હજાર ગુણીની આવક: ધાણા, મેથી, જીરૂ, લસણ વગેરે પણ પુષ્કળ માત્રામાં ઠલવાયું

માર્ચ એન્ડિગની રજાઓ પૂર્ણ થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો પુન: ધમધમ્યાં છે. હિસાબી કામકાજો સબબ દર વર્ષે માર્ચ માસના અંતિમ અઠવાડિયામાં રજાઓ પાડવામાં આવતી હોય છે. જે અનુસંધાને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ યાર્ડો બંધ રહ્યા હતા. જો કે ઐપ્રિલના પ્રારંભે રજાઓ પૂર્ણ થતાં આજથી તમામ યાર્ડ રાબેતા મુજબ શરુ થયા છે અને હરરાજી, ખરીદ વેચાણનું કામકાજ પૂર્વવત થયુ: છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં માર્ચ એન્ડિગની 10 દિવસની રજાઓ રહ્યા બાદ ગઇકાલથી વિવિધ જણસીની આવક સાથે આજેથી યાર્ડનું રાબેતા મુજબનું કામકાજ શરુ થવા પામ્યું છે. યાર્ડની રજાઓ પૂર્ણ થયા પૂર્વે જ ગઇકાલથી ખેડુતો પોતાની વિવિધ જણસી લઇને ઉમટીપડયા હતા. ગઇકાલે વિવિધ જણસી ભરેલા વાહનોની 3 થી 4 કી.મી. લાંબી લાઇનો લાગી હતી. અને બરોરના ર થી સાંજના 8 વાગ્યા સુધી આ તમામ જણસીની આવક યાર્ડમાં ઠાલવા દેવાઇ હતી. આવક થયા બાદ આજથી રાજકોટ યાર્ડનું રાબેતા મુજબનું કામકાજ શરુ થવા પામ્યું છે.ખાસ કરીને રાજકોટ યાર્ડમાં સૌથી વધુ ચણા અને ઘઉની આવક થવા પામી છે. ચણાની 40000 ગુણીની અને ઘઉની પણ 40000 ગુણીની આવક થઇ છે. ચણાના ભાવ રૂ. 850 થી 925 સુધીના જયારે ઘઉના ભાવ રૂ. 330 થી 450 સુધીના બોલાયા છે આ ઉપરાંત જીરૂ, લસણ, ધાણા, મેથી વગેરે જણસીની પણ પુષ્કળ આવક થવા પામી છે.

જામજોધપુર યાર્ડમાં ધાણા-જીરૂ-ચણાની ધૂમ આવક

જામજોધપુર માર્કેટીંગ યાર્ડ ખુલતા જ ધાણા, જીરૂ, ઘઉં સહિત જણસીની ધુમ આવક માર્કેટીંગ યાર્ડમાં થઈ રહી છે.ખેડુતો દ્વારા માર્કેટીંગ યાર્ડમાં ધાણા વહેચવા આવતા વાહનોની 2 કી.મી. સુધીની લાંબી લાઈન લાગી હતી. અને ધાણાની 40000 જેટલી ગુણીની આવક થવા પામી છે.

માર્કેટીંગ યાર્ડનાં પ્રમુખ દેવાભાઈ પરમારનાં જણાવ્યા અનુસાર જામજોધપુર માર્કેટીંગ યાર્ડની વિકાસની ગતિ તેજ છે. જેથી જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકામાંથી જણસી વહેચવા જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ખેડુતો આવે છે. ખેડુતોને સારા જણસીનાં ભાવો મળે છે. તેમજ તુરંત જ રોકડા પૈસા મળે છે. ખેડુતોને કોઈ અગવડતા ન પડે તે માટે માર્કેટીંગ યાર્ડ તરફથી વિવિધ જાતની સુવિધા આપવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.