Abtak Media Google News

આદીપુર-ગાંધીધામ-કંડલાના નવરાત્રિ મહોત્સવ માટે નગરપાલિકા-પોલીસ પ્રશાસન ચેમ્બર વચ્ચે સંકલન પરામર્શ 

અબતક

ભારતી માખીજાણી, ગાંધીધામ

ભારતભરમાં ઉજવાતા વિવિધ પર્વોમાં ગુજરાત રાજ્યની ઓળખ સમાન નવરાત્રિ ઉત્સવએ આસ્થા-શ્રધ્ધાની સાથે ભક્તિભાવપૂર્વક ઉજવવાનું ગણાય છે અને આસો સુદ એકમથી શરદપૂનમ સુધી દરેક શહેર અને ગ્રામ્ય લેવલે પારસ્પરિક રીતે હર્ષોલ્લાસપૂર્ણ રીતે ઉજવાય છે ત્યારે પૂર્વ કચ્છના ઔદ્યોગિક અને આર્થિક સંકુલ ગણાતા અને લગભગ દરેક સંપ્રદાયના લોકો જેની ઉજવણી કરે છે એવા આધુનિક શહેરો આદિપુર, ગાંધીધામ, કંડલાના તમામ નવરાત્રિ મંડળો, પોલીસ પ્રશાસન નગરપાલિકાના હોદ્ેદારોને સાથે રાખી ગાંધીધામ ચેમ્બરના નેજા હેઠળ ચેમ્બર ભવન ખાતે એકત્રિત થયા હતાં.

ગાંધીધામ ચેમ્બરના પ્રમખુ તેજા કાનગવડે નગરપાલિકાના પ્રમુખ ઇશિતાબેન ટીલવાણી, અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરી, ગાંધીધામ એ-ડીવીઝનના પી.આઇ. એ.બી.પટેલ, બી-ડીવીઝનના પી.આઇ. એમ.એન. દવે નવરાત્રિ મંડળના આયોજકો ઉ5સ્થિત રહ્યા હતાં. સંકુલના નવરાત્રિ મંડળના પ્રમુખ મોહન ધારશીએ મહારાષ્ટ્રમાં જેમ ગણપતિ ઉત્સવ, બંગાળમાં મહાકાલી ઉત્સવ, ઓરિસ્સામાં જગન્નાથ ઉત્સવ ઉજવાય છે. તેની યાદ અપાવી જણાવ્યું હતું કે ગુજરાતનું ગૌરવ, માતાજીની કૃપા અને લોકોની આસ્થા સાથેના આ પર્વની આપણી ફિલ્મી ગીતોથી નહીં પણ પરંપરાગત રીતે ઉજવીએ અને ગરબીમાં રાસ થાય પણ ત્રાસ ન થાય તેનું ધ્યાન રાખી પૂર્ણ થયે રાષ્ટ્રગીત સાથે ગરબીની સમાપ્તિ થાય તો, આસ્થાનો તહેવાર વ્યવસ્થાનો તહેવાર બની રહેશે.

પ્રથમ અંજારમાં શરૂ કરી માંડવી, ભૂજ અને હવે ગાંધીધામમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં થતી માતાજીની આરાધના શહેરોમાં પણ સ્થાપિત થાયએ ઉદ્ેશ્ય સાથે શરૂ થયેલ નિ:શુલ્ક ગરબી સાથે ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા ગોઠવતા હરિ આહિર, મુળજી ગઢવી, રાજભા ગઢવી વગેરે દ્વારા સીસીટીવી લગાવવા, સીક્યોરિટી રાખવી, તિલક કરવું, ગૌ-મુત્રનો છંટકાવ કરવો, પર્વ દરમ્યાન અને તે સિવાય ગેરકાયદેસર કતલખાનાને નોટિસ આપી બંધ કરાવવા, રોડ લાઇટ, રસ્તાના ખાડા પુરાવવા, ઝાડી-ઝાંખરા સફાઇ, ગરબી ચોકમાં રેતી પથરાવવી, રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલીંગની જોગવાઇ થાય તેવા વિવિધ સૂચનો રજૂ કર્યા હતાં. બી-ડીવીઝન પી.આઇ. એમ.એન.દવેએ જણાવેલ કે નવરાત્રિ દરમ્યાન બંધ રહેતા ઘરો માટે યોગ્ય વ્યવસ્થા સ્વયં લોકો જ ગોઠવે. નગરપાલિકા પ્રમુખ ઇશિતાબેન ટીલવાણીએ પ્રશ્ર્નો સાંભળી પ્રત્યુતરમાં દરેક વ્યવસ્થાનું મુલ્યાંકન કરી પ્રશ્ર્નો કઇ રીતે હલ થાય એ દિશામાં કાર્યરત રહી સારામાં સારૂ આયોજન કરી આ સંકુલની ગરિમા જળવાય તે ખાસ જોશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.