Abtak Media Google News

 શહેરના વિવિધ સમાજ, એસોસિએશન, સ્કૂલ-કોલેજોના સંચાલકો વગેરે ઉપસ્થિત રહેશે

ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું તાજેતરમા નિધન થયા બાદ દેશભરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને લોકો પોતાના પ્રિય નેતાને અંજલિ આપી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ નાગરિક સમિતિ દ્વારા સર્વપક્ષીય સાર્વજનિક પ્રાર્થનાસભાનું શનિવારને ૨૫મી ઓગસ્ટના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થનાસભા સાંજે ૫ થી ૬-૩૦ વચ્ચે કાલાવડ રોડ ઉપર નૂતન નગર કોમ્યૂનિટી હોલ ખાતે યોજાશે અને તેમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો, જુદા જુદા એસોસિએશનના હોદેદારો, સ્કૂલ-કોલેજના સંચાલકો તથા શહેરની જનતા ઉપસ્થિત રહેશે.

તાજેતરમાં રાજકોટના આગેવાનોની એક બેઠક નાગરિક સમિતિના નેજા હેઠળ મળી હતી અને તેમાં આ સર્વ પક્ષીય શ્રદ્ધાંજલિ પ્રાર્થનાસભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં વિવિધ ધર્મના સાધુ સંતો, વિવિધ સામાજિક સંસ્થાઓ,જૈન સમાજ, મોઢ વણિક સમાજ, મુસ્લિમ સમાજ, શીખ સમાજ, વોરા સમાજ, રાજકોટ ચેમ્બર, ગ્રેટર ચેમ્બર, બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસો., રાજકોટ એન્જીનીયરીંગ એસો, હડમતાળા ઇન્ડ એસો.,લેઉવા પટેલ સમાજ અને તેની જુદી જુદી સંસ્થાઓ, કચ્છી ભાનુશાલી સમાજ, શ્રીમાળી સમાજ, સગર સમાજ, બેડીપરા પટેલ સમાજ ,પટેલ સોશ્યિલ ગૃપ, ક્લબ યુવી, પાટીદાર સમાજ, શરાફી સહકારી મંડળીઓ, રાજકોટ બિલ્ડર્સ એસો, સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર એસો, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસો, રાજકોટ કોલેજ એસો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, લોહાણા સમાજ,  સોની સમાજ, ગોલ્ડ ડીલર્સ એસો,  સિલ્વર  ડીલર્સ એસો, જેમ્સ એન્ડ જવેલરી એસો, બ્રહ્મ સમાજ, સિંધી સમાજ, બ્રહ્મ સમાજ ભગિની, ક્ષત્રિય સમાજ, શિવસેના, સરગમ ક્લબ, સરગમ ક્લબના દાતાઓ, કંસારા સમાજ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે,  આ પ્રાર્થના સભા માટે રાજકોટ નાગરિક સમિતિના હોદેદારો જુદી જુદી વ્યવસ્થા સાંભળી રહ્યા છે. તેમ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાની યાદીમાં જણાવાયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.