Abtak Media Google News

ફુડ, લાઇટ, ફાયર, પાકિંગ, ક્રાઉડ મેનેજમેન્ટ સહિતની વ્યવસ્થા નિહાળતા અધિકારીઓ: ક્રાઉડ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે 430 જવાનો ફરજમાં રહેશે

ભારત-સાઉથ આફ્રિકાની મેચને અનુલક્ષીને ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બંદોબસ્ત અને વિવિધ વ્યવસ્થાપન સંબંધી કામગીરીની સમીક્ષા અર્થે કલેકટર તેમજ જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરએ મુલાકાત લઇ વિવિધ વ્યવસ્થાઓ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ના વડા તેમજ સંબંધીત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

01

 

 

કલેકટર અરુણ મહેશ બાબુએ સ્થળ પર ફાયર સેફટી પાવર કનેક્ટિવિટી, પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ એન્ટ્રી પોઈન્ટપર કોવિડગાઇડલાઇન સાથે એન્ટ્રી વ્યવસ્થા સહિતની બાબતનો પરામર્શ અધિકારીઓ સાથે કરવામાં આવ્યોહતો.પોલીસ વડા જયપાલસિંહ રાઠોરે બંદોબસ્તનું રિહર્સલ નિહાળ્યું હતું તેમજ પોલીસ જવાના ેસાથે બેઠક કરી ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થા અંગે કરવામાં આવેલી વ્યવસ્થાની  સમીક્ષા કરી હતી.

આ તકે તેમણે દર્શકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસસો હાર્દ પૂર્ણ વ્યવહાર કરવા પોલીસ જવાનોન ેસૂચના આપી હતી.કલેકટરએ આ તકે ખાનગી એજન્સીઓને પણ કોઈપણ પ્રકારનું મિસ મેનેજમેન્ટ ન  થા ય અન ેદર્શકોન ેકોઈ મુશ્કેલી ન પડે તે માટે સહકાર આપવા સૂચન કર્યું હતું. સ્ટેડિયમ પર ફાયર સેફ્ટી તકેદારી માટે ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી આ તકે ચાર ફાયર અલગ અલગ ગેટ પર તૈનાત રાખવામાં આવશે. જ્યારે સ્ટેડિયમ પર સુરક્ષા અર્થે 430 જવાનો વ્યવસ્થામા ંજોડાયેલા હોવાનું પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ખંઢેરી સ્ટેડિયમ 7

સ્ટેડિયમ ખાતે કલેકટર ને તમામ વ્યવસ્થાની જાણકારી પૂરી પાડી હતી આ તકે કલેકટર તેમજ પોલીસ અધિક્ષક સાથે પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈ, ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન નિરંજનભાઈ શાહ, જયદેવ શાહ, કરણભાઈ શાહ તેમજ અન્ય અધિકારીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.