બસ હવે આ બાકી રહી ગયુ’તું…. દારૂ પીધેલી હાલતમાં ગોથા ખાતા ખાતા ભણાવતા શિક્ષકનો વીડિયો વાયરલ

શિવભાણ સિંહ, સેલવાસ 

શિક્ષણ જગતને શર્મસાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. જે જોઈ તમે પણ કહી ઊઠશો કે બસ હવે આ બાકી રહી ગયુ’તું…. દાદરાનગર હવેલીના સેલવાસમાં આવેલી ખાનવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકનો વિધાર્થી સામે ખોટી હરકતો કરતો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં દારૂ પીધેલી હાલતમાં ગોથા ખાતા ખાતા માસ્ટર ભણાવતા હોય તેમ સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે. દારૂ પીધેલી હાલતમાં શિક્ષકનો વીડિયો વાયરલ વાયરલ થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે . શાળા સ્ટાફ સામે પણ સવાલો ઉઠ્યા છે.

દારૂ પીને જેમ નશાખોર ખોટા ખેલ કરે એ રીતર શિક્ષક ક્લાસમાં વિધાર્થીઓને ભણાવતો નજરે ઓપડી રહ્યો છે. બોલવામાં પણ ગોથા ખાતો શિક્ષક રમુજનો વિષય બન્યો છે. વિધાર્થીઓએ પણ ખૂબ મજા લઈ સમગ્ર વીડિયો કેમેરામાં કેદ કર્યો છે. આ પ્રકારે વીડિયો વાયરલ થતાં શાળાના પ્રિન્સિપાલ દ્વારા શિક્ષકને તાત્કાલિક સસ્પેંડ કરી નોકરી પરથી હાંકી કાઢવામાં આવ્યો છે. હાલ આ કિ