Abtak Media Google News

બજારો રેસ્ટોરન્ટ ધમધમે છે અને સરકારી કચેરી ખુલ્લી છે ત્યારે માત્ર કોર્ટે બંધ હોવાથી વકીલોની આજીવિકા માટે પ્રશ્ર્ન ઉપસ્થિત

 

અબતક, રાજકોટ

રાજયમાં કોરોનાના કેસ વધતા વાયરસને નિયંત્રણમાં લેવા હાઇકોર્ટ દ્વારા રાજયની તમામ અદાલતોમાં પ્રત્યક્ષ કામગીરી બંધ કરી વચ્યુઅલ કામગીરી કરવાના નિર્ણય સામે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા જાગૃત મેમ્બર દીલીપ પટેલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખી બહાર પાડેલી સરકર્યુલરને પરત ખેંચી યોગ્ય કરવા માંગ કરતી લેખીત રજુઆત કરી છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપ પટેલે હાઇકોર્ટના ચીફ જસ્ટીકને કરી રજુઆત

સમગ્ર દેશમાં વધતા જતા કેસોના ભારણ અંગે સુપ્રીમ કોર્ટ અને સરકાર ચીતીત છે. સમગ્ર દેશમાં વધતા જતા કેસોના ભારણ અંગે સુપ્રીમ કોર્ટે અને સરકાર ચિતિત છે. લાખો કેસો પેન્ડીંગ છે. એક વર્ષથી વધુ સમયે કોર્ટો બંધ રહેવાથી લાખો કેસોનો વધારો થયો છે. પહેલા અને બીજી લહેરમાં અસંખ્ય વકીલોની હાલત કથળી ગયેલી હતી. અને વકીલાતનો વ્યવસાય છોડી અન્ય ધંધો કરવા મજબુર બનેલા હતા. ઘણા વકીલો મૃત્યુ પામ્યા છે.

ગુજરાતની બધી જ કોર્ટો ફીઝીકલ બંધ કરી તે કેટલે અંશે વ્યાજબી પગલું છે. વકીલો માત્ર વકીલાત ઉપર જ આજીવીકા મેળવે છે. નિયમ પ્રમાણે અનય ધંધો કરી શકતા નથી. વકીલાત ઉપર તેમના કુટુંબ અને બાળકોને જીવન નિર્વાહ ચાલે છે. વ્યવસાયથી જીવન જીવતા થયા ત્યાં કોર્ટોમાં ફીઝીકલ કાર્ય બંધ કરવાથી ફરી વકીલો બેકાર બનશે.ગુજરાતના કર્મચારીઓ, ન્યાયધીશોને પુર્ણ પગાર, મોંધવારી ભથ્થુ, મકાન ભાડુ સહીતની સુવિધા મળતી હોય, તે રેગ્યુલર જીવન જીવી શકે છે તેનો વાંધો નથી. વકીલાત કરતા વકીલોની આજીવીકા બંધ થતા કપરી પરિસ્થિતિનો સામનો કરવા મજબુર બને છે.

ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, કલેકટર કચેરી, કોર્પોરેશન, જીલ્લા પંચાયતો, પોલીસ સહીતની કામ કરી રહેલા છે.

બજારો ખુલ્લી છે. હોટલો, રેસ્ટોરન્ટ ને ધંધા કરવાનીછુટ છે. ત્યારે માત્ર અદાલતો બંધ થવાથી કોવીડ મહામારી કાબુમાં આવી જશે?

કોવીડ મહામારીમાં તમામ કોર્ટોના ન્યાયધીશ અને સ્ટાફે જીવતા શીખવું પડશે. સરકારી નીતી નિયમના કડક અમલ નિયંત્રણ સાથે રાજયની કોર્ટો ખોલી ફીઝીકલ કાર્ય શરુ કરવું જોઇએ.

કોરોના નિયંત્રણ હેઠળની અદાલતો શરૂ કરવા સાથે બાર કાઉન્સીલની બેઠક બોલાવવા માંગ

અબતક,રાજકોટ

રાજયમાં પ્રવર્તમાન કોવિડ-19 ની પરિસ્થિતિમાં   હાઇકોર્ટ દ્વારા ગુજરાતનાં તાબાની અદાલતો માટે તથા સરકાર દ્વારા નાગરીકો માટે જ.ઘ.ઙ બહાર પાડવામાં આવેલી છે.  હાઇકોર્ટનાં પરિપત્ર અનુસાર સમગ્ર ગુજરાતની તાબા ની અદાલતોમાં વ્ચ્યુઅલ સિસ્ટમથી કોર્ટ કાર્યવાહીનો આદેશ કરવામાં આવેલ છે  ધારાશાસ્ત્રી અને પક્ષકારોને પણ કોર્ટમાં પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવેલ છે. પંરતુ મહાનગરો સિવાય તાલુકાઓમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેમજ ગુજરાતની આશરે ર0 જેટલી તાલુકા અદાલતોમાં માંડ 25 થી લઇ 50 ની સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ વકીલાત કરી રહયા છે  તેવા તાલુકા ક્ષેત્રમાં પણ કોવિડ-19 નુ પ્રમાણ નહિવત પ્રમાણમાં છે. જેથી હાઇકોર્ટ દ્વારા જે તાલુકા અને જીલ્લાઓમાં 400 થી  ઓછા ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો આવે છે તેવા તમામ જીલ્લા અને તાલુકાની કોર્ટમાં જ.ઘ.ઙ નાં ચુસ્ત નિમયમાનુસાર તેમજ વેક્સીનનાં બે-ડોઝ લેનાર ધારાશાસ્ત્રી અને પક્ષકારાને કોર્ટમાં પ્રવેશ આપવા સાથે કોર્ટ કાર્યવાહી ચાલુ રાખવા અને  ગુજરાતનાં આશરે 50,000 ઉપરાંતનાં ધારાશાસ્ત્રીઓને કોઇપણ પ્રકારની આર્થિક હાડમારી સહન ન કરવી પડે તેમજ પક્ષકારોને ઝડપી ન્યાય મળે તે તમામ સંજોગોને લક્ષમાં રાખી આ અંગે તાકીદે નિર્ણય કરવા તેમજ  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારોનાં હિતમાં યોગ્ય રજુઆત કરવા અને નિર્ણય કરવા તાકીદે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત માં સાધારણ સભા બોલાવવા  બાર કાઉન્સીલ ઓફ ગુજરાત નાં પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા, ભરતભાઇ ભગત અને દિપેનભાઇ દવે એ ચેરમેન કિશોરભાઇ આર.ત્રિવેદી  સમક્ષ માંગણી કરી છે.

હાઇકોર્ટે દ્વારા નિયમો બનાવીને પણ ફીઝીકલ કોર્ટો શરુ કરવા માટે હાઇકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખી દીલીપ પટેલે વિનંતી કરી છે.

કોર્ટ પરિસરમાં પ્રવેશ મુદે બારની ડિસ્ટ્રીકટ જજને રજૂઆત

અબતક,રાજકોટ

કોરોનાનું સંક્રમણ વધતા હાઈકોર્ટ દ્વારા રાજયની તમામ અદાલતમાં વર્ચ્યુઅલ કામગીરી કરવાની માર્ગદર્શિકાને પગલે રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા તેનું પાલન કરવામાં આવતા. વકીલોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આથી બાર એસોસીએશનના હોદેદાર સહિત વકીલો દ્વારા આ મામલે પ્રિન્સીપાલ સિવિલ જજને રજૂઆત કરતા તેઓએ ડિસ્ટ્રીકટ જજને રજૂઆત કરવાનું કહેતા જેમાં ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ લેખીત રજૂઆત કરી વકીલોને કોર્ટ પરિસરમાં પ્રવેશવા દેવા અને વકીલોની અમાન્ય જળવાય રહે તેવી માંગ કરવામાં આવી છે.

આ તકકે બાર એસોસીએશનના પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, ટ્રેઝરર જીતેન્દ્રભાઈ પારેખ, કારોબારી સભ્ય નૈમિષભાઈ પટેલ, અજયભાઈ પીપળીયા, નૃપેનભાઈ ભાવસાર, મનીષભાઈ પંડયા, હીરેનભાઈ ડોબરીયા, કિશનભાઈ રાજાણી, વિવેકભાઈ સાત, કેતનમંડ અને ચેતનાબેન કાછડીયા સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.