Abtak Media Google News

તાજેતરમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરના સહયોગથી રાજકોટ શહેર/જિલ્લા વાલી મહામંડળ દ્વારા ૪૩ બાળકો માટે એક લઘુ પ્રવાસનું આયોજન કરાયેલ જેમાં બાળકોને ગાંધીગ્રામ-૨ના યુનિવર્સિટી પોલીસ મથક ખાતે (મુંજકા) એક અભ્યાસ પ્રવાસનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં સંચાલક ગજેન્દ્રસિંહ ઝાલા અને હિંમતભાઈ લાબડીયાના નેતૃત્વમાં પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર દિવ્યેશ વી.દવે અને આર.વાય.રાવલના સુંદર સહયોગથી જોઈન્ટ પો.કમિશનર સિઘ્ધાર્થ ખત્રી અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહજી જાડેજાની રાહબરી હેઠળ બાળકોને માહિતગાર કરાયા હતા.

જેમાં મહિલા લોકઅપ, પુરુષ લોકઅપ, પોલીસ સ્ટેશન ઓફિસર, કોમ્પ્યુટર્સ ‚ નાગરિક સુવિધા કેન્દ્ર, પાસપોર્ટ વિભાગ પી.એસ.આઈ ચેમ્બર્સ, ઈન્વેસ્ટીગેશન સ્ટાફ, રાઈટર રૂમ, પોલીસ ઈન્સ્પેકટર્સ ચેમ્બર્સ, કોન્ફરન્સ રૂમની વિસ્તૃત વિગતો સિનીયર પોલીસ કોન્સ્ટેબલ અમીનભાઈ ગફારભાઈ દ્વારા બાળકોને આપવામાં આવી હતી. તેમજ મહિલા ફોજદાર એ.બી.ડોડીયા બાળકો સાથે રહ્યા હતા. વાલી મંડળના પ્રમુખે બાળકોને પર્યાવરણનું જતન અને સ્વચ્છતાનું પાલન કરવાની શીખ આપી હતી. એ.વી.જોષીએ શિસ્ત બાબતે ઉચ્ચ અધિકારી બનવા માટે અત્યારથી જ મહેનત કરવા અને બાલ દિન અંગેનું મહત્વ સમજાવેલ.

કાર્યક્રમમાં પૃથ્વીસિંહ રાણા, દશરથસિંહ ગોહિલ, નરેશભાઈ કોટીલા, કિરીટભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા હિંમતભાઈ લાબડીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, સરલાબેન પાટડીયા, એ.વી.જોષી, ઉર્મિલાબેન યાદવ, નટુભા ઝાલા, ભાવનાબેન, યશરાજસિંહ ઝાલા, મંજુબેન કોટડીયા, હીરાબેન કડીવાર, સ્મૃતિબેન જોષી, ક્રિપાલસિંહ ઝાલા, નિતીન વાઢેર, કિરણબેન, કુલદીપભાઈ યાદવ, નલીનભાઈ ચૌહાણે જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.