Abtak Media Google News

તાત્કાલીકપણે હત્યારાઓને પકડવામાં આવે તેવી પત્રકારોની માંગ

રાજુલા તાલુકાના પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનીક મીડિયાના પત્રકારો દ્વારા અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલની થયેલ હત્યા સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું.આ અંગે આવેદનપત્રમાં એવું જણાવવામાં આવેલ છે કે, અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલની હત્યાનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી જેના પડઘા સૌરાષ્ટ્રભરના મીડિયા જગતમાં પડયા છે અને આક્રોશ ભભુકી ઉઠયો છે.

આ અંગે રાજુલાના તમામ પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવીને તાત્કાલીક હત્યારાઓને પકડવામાં આવે અને હત્યારાઓ સાથે કડક હાથે કામ લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવેલ છે અને પત્રકારો જ જયારે સુરક્ષીત નથી તો લોકોના અવાજ કોણ સરકારમાં પહોંચાડશે અને જો આવી જ રીતે પત્રકારોના અવાજને દબાવવામાં આવશે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવેલ છે અને સરકારમાં પત્રકારોના મામલે સુરક્ષા વ્યવસ્થાની પણ માંગ ઉઠવા પામેલ છે ત્યારે કોણ ચિરાગ પટેલની હત્યા કરી છે ? અને શા કારણે હત્યા થઈ છે ? તે તમામ વિગતોની ઉંડી તપાસની પણ માંગ કરવા આવેલ છે.

સરકાર દ્વારા વિસલ બ્લોચર વિધેયક પસાર કરેલ હોવા છતાં પત્રકારો ઉપરના હુમલાઓ અને પત્રકારોની હત્યાઓ શા માટે નથી અટકતી ? આ અંગે સરકાર દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર પાઠવવામાં રાજુલાના વરિષ્ઠ પત્રકાર ભુપતભાઈ જોષી, જગદીશભાઈ ઝાખરા, ચેતન વ્યાસ, શિવભાઈ રાજગોર, જયદેવ વ‚, દુષ્યંત ભટ્ટ, યોગેશ કાનાબાર, ખોડુભાઈ ધાંખડા, કનુભાઈ વ‚, સંજયભાઈ જોષી, ગોપાલભાઈ રાઠોડ તથા દિલુભાઈ વ‚, મનિષ મહેતા વગેરે પત્રકારો મોટી સંખ્યામાં જોડાઈને આવેદનપત્ર પાઠવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.