Abtak Media Google News

 

બીજી બોર્ડ બેઠકમાં તમામ ડિરેક્ટરો રહ્યા હાજર: મિટિંગમાં નીતિવિષયક ઘણા નિર્ણયો લેવાયા

અબતક, રાજકોટ

રાજકોટ એપીએમસી ખાતે બીજી બોર્ડ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડ મિટિંગમાં તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા. સાથોસાથ ચેરમેન જયેશભાઈ બોઘરાએ યાર્ડના આવતા દિવસોમાં જે કામની જરૂર છે તેમના પણ અંદાજપત્રમાં સમાવેશ કર્યો હતો. તેમજ આ બેઠક મિટિંગમાં તમામ નીતિ ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.ભવિષ્યમાં અંદાજપત્રમાં નવા સેડ બનાવવાનું ,જૂના માર્કેટીં યાર્ડના ભૂગર્ભ ની લાઈનની કામગીરી હાથધરવાની તજ રોડ બનાવવામાં આવશે સાથોસાથ સેડ પણ બનાવવામાં આવશે. જરૂરી તમામ સુધારા-વધારા કરવામાં આવશે. તેવું અંદાજપત્રમાં લેવામાં આવ્યા છે. પેન્ડિંગ કામોને શરૂ કરવામાં આવશે.

યાર્ડના તમામ કાર્યોને આગામી દિવસોમાં પૂરજોશમાં હાથ ધરાશે: જયેશભાઇ બોધરા (યાર્ડ ચેરમેન)

રાજકોટ બેડી યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે રાજકોટ એપીએમસી ની બીજી બોર્ડ બેઠકમાં તમામ ડિરેક્ટર હાજર રહ્યા હતા. ગઈ મિટિંગના તમામ ઠરાવોને બહાલી આપવામાં આવી છે. આ મિટિંગમાં નીતિવિષયક ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જુના યાર્ડ માં સુધારા વધારા કરવામાં આવશે.આગામી વર્ષના અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે.કેંટિંગના ટેન્ડરરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે.જુના યાર્ડમાં પોલીસ ચોકી બનાવવામાં આવશે તેનું બાંધકામ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે સર્વ બહુમતીથી આ તમામ નીતિવિષયક તેમના નિર્ણય પર ઠરાવ કરવામાં આવ્યા છે. રાજકોટ એપીએમસી ટીમના બધાજ એક સરખા પ્રતિનિધિત્વ ધરાવશે બધા સાથ-સહકાર આપી આ બોર્ડ મિટીંગમાં બધાએ ઠરાવો પસાર કરવામાં આવશે ભવિષ્યમાં અંદાજપત્રમાં અમે નવા સેટ બનાવવાનું નક્કી કર્યું છે જૂના માર્કેટીં યાર્ડના ભૂગર્ભ ની લાઈન. છે ખરાબ થઈ જ તેને નવી નાખવામાં આવશે ત્યાં પણ રોડ બનાવવામાં આવશે ત્યાં પણ સેડ બનાવવામાં આવશે. જરૂરી

સુધારા-વધારા કરવામાં આવશે. તેનું અંદાજપત્રમાં લેવામાં આવ્યા છે. પેન્ડિંગ કામોને શરૂ કરવામાં આવશે.અમારા ડિરેક્ટરોની ઓફિસમાં પણ સુધારા વધારા કરવામાં આવશે. જયેશભાઇ એ વધુમાં જણાવતા કહ્યું એક સૂચના ખાસ મારા દ્વારા આપવામાં આવી છે. જે ખેડુતો પોતાનો માલ લઈને આવતા હોય અને તેમને પોલીસ દ્વારા કનડગત કરવામાં આવતા હોય.તેઓ માટે મેં મારો નંબર આપ્યો છે. એ નંબર ઉપર મને 24સ7 કલાકમાં ગમે ત્યારે ફોન કરી શકે છે.ખેડૂતોને હેરાન ગતિ ન થાય એના માટેનું કાર્ય કરીશ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.