‘તમારી બધી વાત સાચી પણ અમે લાચાર છીએ’: કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખનો વામણો જવાબ

કોરોના મહામારીમાં સૌથી વધુ જો કોઇ ચર્ચામાં હોય તો તે છે ચુંટાયેલા પ્રતિનીધી કેમકે ચુંટણી સમયે પ્રજા વચ્ચે રહેતા નેતાઓ આજે સરકાર સામે નિસહાય હોય તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે હા કોઇ બોલતુ નથી એ અલગ વાત છે પરંતુ વાસ્તવિક્તા એ છે કે ઉપર કોઇનુ કાઇ ચાલતુ પણ નથી અને તેમાય કચ્છ જીલ્લાના નેતાઓ તો આમ પણ ગાંધીનગર સાચુ કહેવામાં પણ પાછીપાની કરતા હોય છે જો કે કચ્છમાં ચુટાયેલા પ્રતિનીધીઓ કેટલા નિસહાય છે કોરોના મહામારી સામે કચ્છની મદદ માટે તેનો બોલતો પુરાવો આપ્યો છે. જીલ્લા પંચાયત પ્રમુખના એક વાયરલ ઓડીયોએ ગળપાદરનો એક યુવાન તેમને ફોન કરી ગામડાની સાચી સ્થિતિથી અવગત કરે છે પરંતુ વેક્સીન સહિતના મુદ્દે તમામ રજુઆતો સાંભળી જીલ્લા પંચાયત પ્રમુખ બસ એટલુ જ કહે છે અમે સરકારમાં બેઠા છીએ કાઇ બોલી નહી શકીએ પણ તમારી વાત સાચી છે ઉપરથીજ વેક્સીન આવતી નથી.

એક તરફ રાજ્ય સરકારે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યુ છે પરંતુ ગામડાઓની સાચી સ્થિતી વર્ણવતા ગાંધીધામના ગળપાદર ગામના એક યુવાન જાડેજા રાજેન્દ્રસિંહ ફોન કરે છે અને ગામડાઓમા વેક્સીનની કામગીરી ઝડપી બનાવવા રજુઆત કરે છે પરંતુ બહેન નિસહાય થઇ ઉપરથીજ આવતી નથી અને આખા કચ્છમાં માત્ર 9000 વેક્સીન રોજનુ થાય છે.

તેવુ કહી સાચી સ્થિતી અંગે વર્ણન કરે છે મુખ્યમંત્રીએ ગુજરાતમાં એકપણ વ્યક્તિનુ ઓક્સિજનના અભાવે મોત ન થયુ હોવાના નિવેદનનો વિરોધ કરી જેમણે સ્વજનો ગુમાવ્યા છે તેમને પુછો તેવા સવાલના જવાબમાં જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબહેન કહે છે તમારી બધી વાત સાચી પણ સ્થિતી આવી છે યુવાન આગળ વધતા ઉપર રજુઆત સાથે ચુંટણી સમયે તમને ખોબે-ખોબા મત આપ્યા હોવાની વાત કરે છે પરંતુ બહેન કહે છે અમે રજુઆતો તો કરીએ છીએ પરંતુ સરકારમાં બેઠા છીએ એટલે કાઇ બોલી નહી શકીએ ગામડાઓમા ઓનલાઇન વેક્સીન રજીસ્ટ્રેશન કેમ શક્ય બનશે? ગામડાઓમાં વેક્સીનેશન વધારવુ જોઇએ આવા અનેક સવાલો સાથે યુવાન કચ્છની સાચી સ્થિતી અંગે પોતાની વેદના રજુ કરે છે પરંતુ ચુંટાયેલા પ્રતિનીધીઓ જાણે માત્ર કાગળ પર ચુંટાયા હોય તેમ કાઇ જવાબ આપવાની સ્થિતીમા તો નથીજ પરંતુ ઉપરથી બધુ થતુ હોવાથી તમામ નેતાઓ કાઇ કરી શકે તેમ નથી તેવુ જીલ્લા પંચાયત પ્રમુખ કહે છે સાંભળો જીલ્લા પંચાયત પ્રમુખ અને ગળપાદર ગામના યુવાન વચ્ચેનો ટેલોફોનીક વાતમાં જણાવેલ હતુ કે, ગુજરાતના ઘણા નેતાઓ આજકાલ ટ્રોલ થઇ રહ્યા છે સ્વજનો અને સ્નેહીઓ ગુમાવનાર હવે સરકાર અને તેના ચુંટાયેલા પ્રતિનીધીઓના જુઠાણાને ખુલ્લા પાડી રહ્યા છે કચ્છમાં કોરોના મહામારી સામે લડવા કચ્છ સજ્જ હોવાના દાવાઓ થઇ રહ્યા છે. બેગાની શાદીમે અબ્દુલા દિવાનાની જેમ બીજાની મદદમાં સ્વપ્રચાર માટે નેતાઓ પહોંચી રહ્યા છે પરંતુ જેને તકલીફ છે.

તેમની મદદ માટે તેઓ નિસહાય છે અને માત્ર ઠાલા આશ્ર્વાસન સિવાય નેતાઓ પાસે કાઇ નથી જો કે પારૂલબેન કારા લાગણીશીલ છે કે, તેઓએ સાચુ તો સ્વીકાર્યુ બાકી અન્ય નેતાઓ તો હજી પણ સબસલામતીના દાવાઓ જ કરી રહ્યા છે.