Abtak Media Google News
  • વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા પાછળ એલનના શિક્ષકો તથા વાલીઓનું માર્ગદર્શન ઉપયોગી : સતત કરવામાં આવતું રીવિઝન નિર્ણાયક

ધો.12 સાયન્સ પછી મેડિકલ,ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સહિતના જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવેલી નીટનું પરિણામ જાહેર કરી દેવાયું છે. ચાલુ વર્ષે લેવાયેલી પરીક્ષામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 2406079 વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની સામે 2333297 વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 1316268 વિદ્યાર્થીઓ કવોલિફાઈ થયા છે. ગુજરાતમાંથી 88022 વિદ્યાર્થીઓ પૈકી 86424 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 57197 વિદ્યાર્થીઓ કવોલિફાઈ થયા છે.

દેશના જાહેર કરાયેલા ટોપ 100માં કુલ 6 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. નીટના પરિણામમાં રાજકોટનું પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે અને એલન રાજકોટના અનેક વિદ્યાર્થીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.

વિદ્યાર્થીઓ તથા વાલીઓનો સંસ્થા પરનો ભરોસો સારૂ પરિણામ લાવી રહ્યું છે : અમૃતાશ મુખર્જી

એલન રાજકોટના સેન્ટર હેડ અમૃતાશ મુખરજીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે નીટનું પરિણામ આવ્યું છે તે ખૂબ આવકાર્ય છે માત્ર રાજકોટ કે ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં એલનના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં 26 વિદ્યાર્થીઓ કે જેને 720 માંથી 720 માર્ક મેળવ્યા છે તે તે સંસ્થા માટે ગૌરવની વાત છે. તમામ નો ઓલ ઇન્ડિયા રેન્ક એક આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે એલન ગુજરાતના 25 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા 1000માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. તેઓએ રાજકોટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ એલનની બે વિદ્યાર્થીનીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે . જેમાં બંને વિદ્યાર્થીનીઓને 720 માંથી 710 અને 705 માર્ક મળ્યા છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વાલીઓનો એલાન પરનો જે ભરોસો છે તે ઉતરોતર સારું પ્રદર્શન અને સારું પરિણામ લાવી રહ્યું છે ત્યારે આગામી 9 જૂનના રોજ જેઇઇ એડવાન્સનું પરિણામ આવશે તે પણ રાજકોટ માટે ખૂબ ઉપયોગી અને મહત્વનું નિવશે કારણ કે ઘણા બાળકો રાજકોટનું નામ રોશન કરશે તેવી આશા છે.

અપેક્ષા કરતાં પણ વધુ સારું પરિણામ આવ્યું છે : જીયા ભીમાણી

નીટ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર રાજકોટ એલન ની જીયા ભીમાણીએ જણાવ્યું હતું કે જ્યારે પરીક્ષાની તૈયારીઓ હાથ ધરવામાં આવતી તે સમયે લાગતું કે પરિણામ ખૂબ સારું આવશે પરંતુ આજે જે પરિણામ આવ્યું તે અપેક્ષા કરતાં પણ વધુ છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે જો યોગ્ય મહેનત અને પ્રશિક્ષણ મેળવવામાં આવે તો અઘરી ગણાતિયા પરીક્ષા પણ ખૂબ સારી રીતે પાર પાડી શકાય છે. વધુમાં તેને અન્ય વિદ્યાર્થીઓને પણ અપીલ કરી હતી કે સમયસર કરવામાં આવતું રિવિઝનનું કાર્ય જો કરવામાં આવે તો કોઈ તકલીફ પડશે નહીં ઊલટું ખૂબ સરળતાથી પરીક્ષામાં ઉતીર્ણ થવાશે.  જીયા ભીમાણીના માતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમના દ્વારા માત્ર એક શીખ આપવામાં આવી હતી અને તે કે ભાર વગર ભણવું અને મહેનત સો ટકા કરવી પછી કોઈપણ પરિણામ આવે તેને સહર્ષ ભાવે સ્વીકારવું પરંતુ જીયા દ્વારા જે મહેનત કરવામાં આવી તો અત્યંત અકલ્પનીય છે અને તેને તેનું નિયમિત જે વર્ક પ્લાન હોય તે મુજબ અભ્યાસ કર્યો છે અને તે સારું પરિણામ લાવી શકી છે. તેઓ જણાવ્યું હતું કે પરિણામ આવવાથી સમગ્ર પરિવારમાં એક અલગ હર્ષનો માહોલ છે.

શિક્ષકો દ્વારા આપવામાં આવેલું જ્ઞાન પરીક્ષામાં ખુબ મહત્વનું પુરવાર થયું : ધાર્મિ ખૂંટ

એલન રાજકોટની વિદ્યાર્થીની ધાર્મિ ખૂંટે માહિતી આપતા જણાવ્યું હતું કે એલનમાં અભ્યાસ કરવાના એક નહીં અનેક ફાયદાઓ છે કારણ કે અહીં સવારના અભ્યાસ કરાવવામાં આવે છે તે બાદ યોગ્ય રીવીઝન પણ કરાવાય છે અને સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રશ્ન એટલે કે ડાઉટ ઉભો થાય તો તેનું પણ નિવારણ ત્વરિત અપાય છે જેથી વિદ્યાર્થીઓ ડાઉટ સાથે નહીં પરંતુ નવા વિષય સાથે તેઓ અભ્યાસ કરે અને મહેનત યથાવત ચાલુ રાખે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે જ્યારે પરીક્ષા આપી તે સમયથી આત્મવિશ્વાસ હતો કે 720 માંથી 700 ઉપર તો માર્ક સો ટકા આવશે અને તે સ્વપ્ન પણ પૂરું થયું છે જેની પાછળ પરિવાર તથા એલન રાજકોટનો સિંહ ફાળો છે. બીજી તરફ તેઓએ વિદ્યાર્થીઓને સલાહ પણ કરી હતી કે જે કપરો સમય હોય ત્યારે કારકિર્દીનું ઘડતર થતું હોય તે સમયે સોશિયલ મીડિયાથી હંમેશા દૂર રહેવું જોઈએ.

ધાર્મિ ખૂંટના માતાએ પણ અબ તક સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, તેમની દીકરીને જે પરિણામ આપ્યું છે તેનાથી સમગ્ર પરિવારમાં એક અલગ માહોલ જોવા મળ્યો છે અને ગર્વની અનુભૂતિ પણ થાય છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે તેમની બાળકી ઉપર જે ભરોસો રાખવામાં આવ્યો હતો તેને યથાર્થ ઠારવ્યો છે. તેઓ અંતમાં જણાવ્યું હતું કે એવું કોઈ કાર્ય અથવા તો એવું કોઈ પ્રેશર આપવામાં આવ્યું હતું જેનાથી તેની મહેનત ઉપર કોઈ અસર પડે અને પરિણામે ધાર્મિ ખૂબ સારું પરિણામ લાવી શકી છે. એલન રાજકોટ વિશે પણ તેઓએ જણાવ્યું હતું કે,  જે મહેનત વાલીઓ દ્વારા કરવામાં આવતી હોય તે મહેનત અને તેનાથી પણ વિશેષ એલન દ્વારા કરવામાં આવી છે જે ખરા અર્થમાં અકલ્પનીય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.