Abtak Media Google News

સ્મૃતિ ઈરાનીની પુત્રી જોઈશ પર તથ્યોની ચકાસણી કર્યા વિના જ આરોપો લગાવાયા, જેનાથી તેમની છબી ખરડાઈ : હાઇકોર્ટ

ગોવા બારનો વિવાદ સતત વધી રહ્યો છે.  દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને નેતા ડિસોઝાને સમન્સ જારી કર્યા છે. આ સાથે હાઈકોર્ટે ત્રણેય નેતાઓને તમામ સોશિયલ પ્લેટફોર્મ પરથી સંબંધિત પોસ્ટ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરાયેલા મામલે જવાબ આપવા માટે નોટિસ પણ જારી કરી છે.  તે જ સમયે, કોંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યું અને લખ્યું – અમે કોર્ટ સમક્ષ આ મામલાને લગતા તથ્યો રજૂ કરવા માટે તૈયાર છીએ.  સ્મૃતિ ઈરાનીનો પડકાર પણ સ્વીકારશુ.

વાસ્તવમાં કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને નેતા ડિસોઝાએ સ્મૃતિ ઈરાનીની 18 વર્ષની પુત્રી જોઈશ ઈરાની પર ગોવામાં ગેરકાયદેસર રીતે બાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.  જે બાદ આ મામલાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું હતું. જસ્ટિસ મિની પુષ્કર્ણની સિંગલ જજની બેન્ચે કહ્યું કે ત્રણેય નેતાઓને 18 ઓગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે સ્મૃતિની પુત્રી જોઈશ પર તથ્યોની ચકાસણી કર્યા વિના જ આરોપો લગાવવામાં આવ્યા છે. તેનાથી સ્મૃતિ ઈરાનીની છબી ખરડાઈ છે.કોર્ટે એમ પણ કહ્યું કે ઈરાનીને ક્યારેય કોઈ લાઇસન્સ આપવામાં આવ્યું નથી. 24 જુલાઈના રોજ સ્મૃતિએ કોંગ્રેસ અને તેની ત્રણેય વિરુદ્ધ 2 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પણ દાખલ કર્યો હતો.

સમન્સના બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું.  તેમણે લખ્યું, “દિલ્હી હાઈકોર્ટે અમને સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા મામલામાં ઔપચારિક જવાબ આપવા માટે નોટિસ જારી કરી છે. અમે કોર્ટ સમક્ષ તથ્યો મૂકવા માટે આતુર છીએ. અમે ઈરાનીની દલીલને ફગાવી દઈશું અને તેને ફરીથી પડકારીશું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.